________________
અહીં અવલોકન માટે લેવાનું નક્કી કર્યું." લેખકના આ ભગીરથ કાર્ય પાછળ ચોક્કસ દૃષ્ટિ પણ રહેલી છે. એમણે પૂર્વતૈયારીરૂપે માત્ર કવિતાનું જ અધ્યયન નહિ પરંતુ તે તે કવિ અને કવિતા વિશે થયેલા વિવેચનનું પણ અધ્યયન કર્યું. આપણા તેજસ્વી કવિઓની કવિતાનું તત્ત્વયુક્ત અને તલગામી અવલોકન” તે પૂર્વે થઈ ગયેલું હોવાથી આ વિવેચનકાર્ય પાછળ પોતે રાખેલ વિશિષ્ટ અભિગમ સમજાવતાં સુન્દરમ્ પોતે અર્વાચીન કવિતા'ની પ્રસ્તાવનામાં લખે છે, “હવે છેલ્લાં સોએક વર્ષની આપણી કાવ્યપ્રવૃત્તિને આપણે એક ઐતિહાસિક સાતત્યભરેલી ઘટના તરીકે અવલોકી શકીએ તેવી સ્થિતિ છે, અને આવશ્યકતા પણ છે. અને એ લક્ષ્યમાં રાખી અર્વાચીન કવિતા જે રીતે કાલના ક્રમમાં વિકસતી ગઈ છે તેનો આલેખ, તેની રેખા દોરવા મેં અહીં પ્રયત્ન કર્યો છે.”
| ‘અર્વાચીન કવિતા'માં કવિઓના ક્રમ અને કાવ્યવિવેચનમાં પણ ચોક્કસ દૃષ્ટિ અને યોજના રહેલી છે. કવિઓના પ્રથમ કાવ્ય કે પ્રથમ કાવ્યસંગ્રહના કાળને પણ લક્ષમાં રાખી કાલાનુક્રમે કરવામાં આવેલા આ વિવેચનમાં અર્વાચીન કવિતાના નવા અને જૂના પ્રવાહને લેખકે વિભક્ત કરી, નવા પ્રવાહને સ્તબકવાર, ખંડકો અને એના પેટાવિભાગો પ્રમાણે ગોઠવી કવિતાની મુલવણી કરી છે અને તેમાં પણ દરેક કવિની છેલ્લામાં છેલ્લી કૃતિ સુધી અવલોકનને લઈ જવામાં આવ્યું છે. વળી, ગ્રંથમર્યાદાને લક્ષમાં રાખી જાણીતા કવિઓની ચર્ચામાં એમણે કાવ્યપંક્તિઓનાં અવતરણોને બહુ
સ્થાન આપ્યું નથી, જ્યારે ઓછા જાણીતા કવિઓની કૃતિઓમાંથી બને ત્યાં લગી તેમના ગુણને પ્રગટ કરી આપે એવાં કાવ્યપંક્તિઓનાં અવતરણો વધુ આપ્યાં છે અને દોષોનાં દૃષ્યન્તો ટળી નાખ્યાં છે.
આમ, “અર્વાચીન કવિતા'ના લખાણને સ્થૂલ પૃથક્કરણની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ તબકમાં વિભક્ત થયેલા અવચીન ગુરાતી કવિતાના નવા પ્રવાહના. પહેલા સ્તબકમાં ઈ. સ. ૧૮૪૫થી ૧૮૮૪ સુધીની એટલે કે સુધારક યુગની ગુજરાતી કવિતાનું, બીજા સ્તબકમાં ૧૮૮૫થી ૧૯૩૦ સુધીની – એટલે કે પંડિત યુગની - ગુજરાતી કવિતાનું અને ત્રીજા સ્તબકમાં ૧૯૩૧થી તે ૧૯૪૨-૪૬ સુધીના સમયની – એટલે કે આઝાદી પૂર્વેના ગાંધીયુગની ગુજરાતી કવિતાનું લેખકે વિવેચન કર્યું છે.
- આ ત્રણે સ્તબકોની પોતપોતાની લાક્ષણિકતાઓ પણ છે. પહેલા સ્તબકમાં લેખકે પ્રાવેશિક ઉપરાંત બે ખંડક પાડ્યા છે અને તેમાં પહેલા ખંડકમાં દલપતરામ, નર્મદાશંકર, નવલરામ વગેરે મુખ્ય કવિઓની કવિતાનું અને બીજા ખંડકમાં દલપતરીતિના, નર્મદરીતિના અને પારસીબોલીના અન્ય કવિઓની કવિતાનું તથા
૪૧૦ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org