________________
વળે છે અને સાબરમતી’ પછી ‘કૌમુદી', પ્રસ્થાન”, “બુદ્ધિપ્રકાશ', “માનસી” ઈત્યાદિ સામયિકોમાં પ્રગટ થયેલા એમના વિવેચનલેખો વિવેચક સુન્દરમૂની વિકસતી જતી વિવેચનશક્તિના સાક્ષીરૂપ છે. એ લેખો જ્યારે પુસ્તકરૂપે પ્રગટ કરવાનું વિચારાયું ત્યારે લેખક સંવેદનો અનુભવે છે તે એમના જ શબ્દોમાં જુઓ :
“આમાંના ઘણાએક લેખો સંગ્રહ માટે ફરી ફરી વંચાતા ગયા તેમ તેમ તેમાં કેટલુંયે આજે આઘુંપાછું કરવા જેવું લાગ્યું. નવો નવો વિવેચક કેવો તો મિજાજ રાખે, કેવી તો ગરમી બતાવે, સમાજના નામે કેવી તો નામસમજ બતાવે એવી વિવિધ સ્થિતિઓનાં ચિત્રો આમાં મને દેખાવા લાગ્યાં, પરંતુ આ બધી વસ્તુઓને ઠીકઠાક કરી સંપૂર્ણતાના રૂપમાં રજૂ કરવાની ધૃષ્ટતા પણ કરી શકાતી નથી. એટલે મારી વિવેચનમતિના વિવિધરૂપ આલેખ જેવો આ સંગ્રહ જેવો છે તેવો રજૂ કરી એક કર્તવ્યપૂર્તિનો સંતોષ વ્યક્ત કરીને અટકું છું અવલોકના ૧૯૬૫, પ્રસ્તાવના, પૃ.૧૬).
આમ, લગભગ ૧૯૩૦થી ૧૯૪૦ના ગાળામાં સુન્દરમૂના હાથે કાવ્યવિવેચનનું કાર્ય વખતોવખત થતું રહ્યું અને એ કાર્ય તરફ એમની અભિમુખતા પણ વધતી રહી, જે “બ. ક. ઠાકોરની કવિતાસમૃદ્ધિ નામની એમની લેખમાળામાં સવિશેષ દેખાય છે. વળી ૧૯૪૧માં ગુજરાત સાહિત્ય સભા તરફથી સોંપાયેલા ગ્રંથસમીક્ષાના કાર્યમાં સુન્દરમે તે વર્ષના કાવ્યગ્રંથોની કરેલી સમીક્ષામાં એમની વિવેચક તરીકેની શક્તિનું વધારે પુખ્ત સ્વરૂપે આપણને દર્શન થાય છે. આ જ અરસામાં ગુજરાતી કવિતાનું વિવેચનકાર્ય ગુજરાત વિદ્યાસભા તરફથી એમને સોંપવામાં આવેલું અને ક્રમે ક્રમે ઉત્તરોત્તર વધુ આસનબદ્ધ બનીને વિશાળ ફલક પર વિવેચનકાર્ય કરતા કવિ સુન્દરમ્ પાસેથી “અર્વાચીન કવિતા' નામનો એક વધુ સંગીન અને સમર્થ વિવેચનગ્રંથ આપણને સાંપડે છે અને સંભવ છે કે સાહિત્યિક વિવેચનના ક્ષેત્રે આ એમની સૌથી વધુ મૂલ્યવાન કૃતિ રહેશે. કારણ કે પોંડિચેરીના નિવાસ પછી ગુજરાતી સાહિત્યવિવેચનનાં ક્ષેત્રે એમનું અર્પણ પણ ઘટ્યું છે અને એમની અભિમુખતા પણ ઓછી થયેલી જણાય છે.
એક સૈકાની કવિતાનું વિવેચનકાર્ય જે સ્વરૂપે આ ગ્રંથમાં થયું છે તે સ્વરૂપે કરવું તે નાનુંસૂનું કાર્ય નથી. પોતાને સોંપાયા પછી લગભગ આઠ વર્ષે પાર પાડેલું આ વિવેચનકાર્ય લેખકનાં શ્રમ અને સંનિષ્ઠાનું પણ દ્યોતક છે. ગ્રંથની પ્રસ્તાવનામાં લેખક લખે છે, “ગ્રંથસ્થ થયેલી બધી જ અર્વાચીન કવિતા વાંચવાનો સંકલ્પ કરતાં નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવાહજાર જેટલી કૃતિઓ મેં વાંચી. એમાંથી છેવટે કાવ્યગુણ ધરાવતા અઢીસોએક લેખકો અને તેમની કૃતિઓને મેં
શતાબ્દની કવિતાનું શક્વર્તી વિવેચન ૪૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org