________________
કેટલાકે “આકારગ્રંથ' તરીકે ઓળખાવ્યો છે તે યોગ્ય જ છે.
ઈ. સ. ૧૯૪૬માં આ ગ્રંથ પ્રગટ થયો અને તે વર્ષના મહીડા પારિતોષિક માટે યોગ્ય ગણાયો તે પછી વર્તમાન સમય સુધીમાં લગભગ પા સદી જેટલો સમય પસાર થઈ ગયો છે. આટલા સમયાવધિમાં ગાંધી યુગના સુન્દરમ્ -- ઉમાશંકરની પેઢીના લગભગ ઘણાખરા કવિઓની કવિતાએ હવે સ્પષ્ટ આકાર ધારણ કરી લીધો છે, કેટલાક કવિઓની કાવ્યસર્જનની પ્રવૃત્તિની સમાપ્તિ થઈ ચૂકી છે, તો કેટલાક તે સમયે ખૂબ ઝળહળતા કવિઓની કવિતા અને કવિપ્રતિભા હવે થોડી ઝાંખી પણ પડવા લાગી છે. બીજી બાજુ છેલ્લા દાયકા-દોઢ દાયકામાં અદ્યતન ગુજરાતી કવિતાએ, પોતાની કેટકેટલી મર્યાદાઓ હોવા છતાં, જે કેટલીક નવી સિદ્ધિઓ દાખવી છે અને સમગ્ર પ્રવાહે જે નવો વળાંક લીધો છે અને નવી દિશાઓ અજવાળી છે તે જોતાં ઈ. સ. ૧૮૪પમાં આરંભાયેલી અને આઝાદી પૂર્વે પૂરા થયેલા સૈકાની ગુજરાતી કવિતાની આ વિવેચનગ્રંથ ઉપર ફરીથી એક વાર નજર ફેરવવાનું પણ રસભર્યું નીવડશે.
અર્વાચીન ગુજરાતી કવિતાના વિવેચનનું કાર્ય ગુજરાત વિદ્યાસભાએ કવિ સુન્દરમેને કેમ સોંપ્યું હશે એવો પ્રશ્ન થવો ન જોઈએ, છતાં કોઈકને કદાચ થાય પણ ખરો, કારણ કે કોઈ પણ કવિ બીજા કવિઓની કવિતાનું વિવેચન કરવા બેસે તેમાં ગેરલાભ પણ છે અને લાભ પણ છે. કવિસહજ વૈયક્તિક, પ્રાકૃતિક કે કારિતિક રાગદ્વેષ અને પૂર્વગ્રહોથી યુક્ત વિવેચન જેમ ગેરલાભ કરાવનાર હોઈ શકે તેમ ઉચ્ચ સૌંદર્યદષ્ટિ, અલૌકિક અનુભૂતિ, કવિતા પદાર્થની સૂક્ષ્મદર્શી પરખ અને કાવ્યસર્જનની પ્રક્રિયાની પ્રત્યક્ષ પ્રતીતિ જેની પાસે હોય તેવો સમદર્શી કવિ જો સંનિષ્ઠ વિવેચક પણ હોય તો તે અન્યની કવિતાનું સૂક્ષ્મદર્શી, મર્મગામી, તટસ્થ વિવેચન પણ કરી શકે. કવિ સુન્દરમ્ પાસે કરાવાયેલા આ વિવેચનકાર્યમાં, કોઈકના મતે કદાચ આપણને થોડો ગેરલાભ પણ થયો હોય તોપણ એવું લાભપાસું એટલું બધું સધ્ધર અને સમર્થ છે કે ગેરલાભ બહુ નજરે પણ નહિ આવે.
વસ્તુતઃ અર્વાચીન ગુજરાતીનું વિવેચન કરવાનો સુન્દરમૂનો અધિકાર વિશેષ છે, કારણ કે તેઓ જેમ સમર્થ કવિ છે તેમ સમર્થ વિવેચક પણ છે, સુન્દરમને આપણે કવિ તરીકે વધારે સારી રીતે ઓળખીએ છીએ. પરંતુ ગદ્યલેખનના ક્ષેત્રે પણ એમની લેખિની એટલી જ વહેલી છેક ૧૯૨૬થી પ્રવૃત્ત થઈ હતી. વિદ્યાપીઠમાં વિદ્યાભ્યાસ કરતાં અઢાર વર્ષની વયે એમનું ગદ્યલેખન હસ્તલિખિત સામયિક પંચતંત્ર'માં પ્રગટ થયું શરૂ થયેલું અને ત્યારપછી મુદ્રિત “સાબરમતી'માં ચાલુ રહેલું. ગદ્યલેખનમાં સુન્દરમ્ ક્રમે ક્રમે ગદ્યકૃતિઓ અને કાવ્યકૃતિઓનાં અવલોકનો તરફ
૪૦૮
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org