________________
૨૬
શતાબ્દની કવિતાનું શકવર્તી વિવેચન
એક હિંદીભાષી સાહિત્યરસિક પ્રાધ્યાપક-મિત્રને કવિતાનાં જૂનાં હિંદી, ગુજરાતી, મરાઠી પુસ્તકો એકત્ર કરવાનો અને એનો અભ્યાસ કરવાનો શોખ છે. કોઈ વખત જ્યારે તેઓ ગુજરાતી કવિતાનું કોઈક બહુ જૂનું અજાણ્યું પુસ્તક લઈ આવે કે તરત પૂછે, “આ પુસ્તક આપે જોયું છે ?" લગભગ પોણોસો કે સો વર્ષ પહેલાં પ્રગટ થયેલું ગુજરાતી કવિતાનું કોઈક પુસ્તક બતાવતાં વળી પૂછે, “અને આ કવિનું નામ સાંભળ્યું છે ? અને કહેવું પડે, “ના ભાઈ, આ પુસ્તક જોયું નથી અને એના કવિનું નામ પણ સાંભળ્યું નથી. મુંબઈના કોઈ પુસ્તકાલયમાં પણ આ કાવ્યગ્રંથ જોવામાં આવ્યો નથી.” ફરી પ્રશ્ન થાય, “આ કવિનો આ ઉપરાંત બીજો કોઈ કાવ્યગ્રંથ પ્રગટ થયો હશે ? એના વિશે કંઈક માહિતી ક્યાંથી મળે ?" અને એનો જવાબ અપાય, “હા, એ માહિતી “અર્વાચીન કવિતામાંથી જરૂર મળી રહે.” અને તરત સુન્દરમ્-કૃત ‘અર્વાચીન કવિતાનાં પાનાં ઉથલાવતાં એ કવિ અને એના કાવ્યગ્રંથ કે કાવ્યગ્રંથો વિશે થોડી પણ ઉપયોગી અને પ્રમાણભૂત માહિતી મળી જાય.
બીજી બાજુ કોઈ વિદ્યાર્થી કે કોઈ સાહિત્યરસિક અભ્યાસી સુધારક યુગના કે પંડિત યુગના. કોઈ મુખ્ય કે ગૌણ કવિની કવિતાનું કે કવિતાના પ્રવાહોનું અધ્યયન કરવા ઇચ્છે અને એ વિશે થયેલા વિવેચનના લેખો કે ગ્રંથોની યાદી તૈયાર કરે ત્યારે તેમાં સુન્દરમ્-કૃત ‘અર્વાચીન કવિતાનો અચૂક નિર્દેશ કરવો જ પડે.
આમ, “અર્વાચીન કવિતાનું ગુજરાતી વિવેચનસાહિત્યમાં અત્યંત મહત્ત્વનું સ્થાન એક સંદર્ભ ગ્રંથ તરીકે પણ છે અને એક અભ્યાસગ્રંથ તરીકે પણ છે. ગત શતકની ગુજરાતી કવિતાનું ઐતિહાસિક દૃષ્ટિએ કાલાનુક્રમે વિવેચન કરતા એ ગ્રંથને
શતાબ્દની કવિતાનું શકવર્તી વિવેચન ૪૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org