________________
અને ભર્તુહરિ, દાન્ત અને મિલ્ટન, ગોલ્ડસ્મિથ અને ટેનિસન, બર્ક અને ગટે, નરસિંહ અને પ્રેમાનંદ, મીરાંબાઈ અને દયારામ વગેરે જગતના મહાન સાહિત્યસ્વામીઓની અમર કૃતિઓમાંથી રસપાન કરીને પોષાયેલી અને એમની છાયા ઝીલતી ગોવર્ધનરામની સર્જક પ્રતિભાએ માનવના બાહ્ય અને આંતર જીવનના અનેક ખૂણા અજવાળતાં પ્રકાશચિત્રો આપીને સર્જનનાં ઉન્નત શિખરો સર કર્યા છે અને એ દ્વારા ગદ્ય મહાકાવ્યની કોટિમાં મૂકી શકાય એવા ગૌરવગ્રંથની આપણને ભેટ ધરી છે. એના કેટલાક અંશો હવે કાલગ્રસ્ત અવશ્ય થયા છે, તોપણ એનાથી માત્ર ગુજરાતી નવલકથાનું જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્યનું મુખ ઉજ્વળ રહ્યું છે.
૦૬
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org