________________
એમની શૈલી કવિત્વની કોટિ સુધી પહોંચી છે.
નવલકથામાં સંવાદનું તત્ત્વ આજની નવલકથાની સરખામણીમાં કદાચ ઓછું જણાશે, પરંતુ પોતાની પુરોગામી નવલકથાઓની સરખામણીમાં “સરસ્વતીચંદ્ર'માં સંવાદ અને નાટ્યતત્ત્વનું પ્રમાણ અને એમાં રહેલી લેખકની શક્તિ અવશ્ય ધ્યાન ખેંચે એવાં છે. નર્મદ વગેરેથી શરૂ થયેલા સુઘડ ગુજરાતી ગદ્યના વિકાસમાં શિષ્ટ, સંસ્કારી, પ્રવાહી, લયબદ્ધ, વિવિધ અર્થછટાયુક્ત, કવિત્વની કોટિ સુધી પહોંચતા શક્તિશાળી ગદ્યનું દર્શન પ્રથમ આપણને “સરસ્વતીચંદ્ર'માં થાય છે. અલબત્ત, લેખકની શૈલીમાં દીર્ઘસૂત્રિતાને લીધે ક્વચિત શુષ્કતા કે ક્લિષ્ટતા પણ આવે છે. પણ એકંદરે નવનવા ઉન્મેષ સાધતી એમની ગદ્યશૈલી કેટલીક દૃષ્ટિએ અમુક અંશે બાણભટ્ટની શૈલીની યાદ અપાવે એવી છે.
સરસ્વતીચંદ્રમાં ગોવર્ધનરામે જીવનની ઊંડી મીમાંસા કરી છે. પહેલા ભાગમાં એમણે કન્યાકેળવણી, કૌટુંબિક સંસ્કાર, અધમ સંગતિ, અતિથિસત્કાર, રાજનીતિ, પ્રધાનનો ધર્મ, પ્રજાપોકાર, અંગ્રેજી વિદ્યાના દોષ, મૈત્રી, પક્ષીય રાજકારણ, ચાર પુરુષાર્થ, ત્રણ આશ્રમ વગેરે વિશે પોતાના વિચારો છૂટાછવાયા રજૂ કર્યા છે. પછીના ભાગોમાં દેશી રાજ્યો, ગૃહસંસાર, ધર્મ અને તત્ત્વજ્ઞાન વગેરેનાં વિવિધ પાસાંઓની એમણે કરેલી છણાવટમાં લોકકલ્યાણ અને માનવજીવનના ઉચ્ચ આદર્શની દૃષ્ટિ રહેલી છે. પ્રાચીન પરિભાષા વાપરીએ તો જીવનનાં ચતુર્વિધ ક્ષેત્રોમાંની ધર્મ, અર્થ અને કામની મીમાંસા એમણે કરી છે અને એમાં રહેલાં જીવનનાં સનાતન મૂલ્યોનું દર્શન કરાવ્યું છે. “સરસ્વતીચંદ્રની મહત્તા એના આ ચિંતન સંભારને લીધે જ વિશેષ છે. લેખકે જે કંઈ ચિંતન કર્યું છે તેમાં પણ એમની એક કુશળ સર્જક તરીકેની શક્તિ જણાય છે. એમણે પોતાના વિચારો માત્ર નિબંધાત્મક પ્રકરણરૂપે રજૂ ન કરતાં રૂપક, સ્વપ્ન, સંવાદ, વ્યાખ્યાન, પત્ર વગેરે સ્વરૂપે રજૂ કરીને નિરૂપણમાં વૈવિધ્ય આણી એને શક્ય એટલું રોચક બનાવવાનો પ્રયાસ કર્યો છે. એના ચિંતનતત્ત્વને કારણે જ આનંદશંકરે “સરસ્વતીચંદ્રને “પુરાણ' અથવા આકરગ્રંથ' તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલા માટે જ એને “સંસ્કૃતિકથા' કે “સ્મૃતિકથા'નું બિરુદ મળ્યું છે. એટલા માટે જ જગતની મહાનવલોમાં સ્થાન લેવાને એ અધિકારી બની છે એમ ન્હાનાલાલે માન્યું છે. ગોવર્ધનરામે પોતાની જીવનભરની શક્તિ એમાં ઠાલવી છે અને એથી જ જીવનભરના અધ્યયન માટેની સામગ્રી એમાંથી મળી રહે એમ છે. માટે જ ગુજરાતી નવલકથાસાહિત્યમાં એ ચક્રવર્તી સ્થાન ભોગવતી રહી છે.
વ્યાસ અને વાલ્મીકિ, કાલિદાસ અને ભવભૂતિ, બાણ અને શ્રીહર્ષ, જયદેવ
સરસ્વતીચંદ્ર
૪૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org