________________
કેટલાંક પાત્રોનું આલેખન લેખકે વાસ્તવલક્ષી કર્યું છે. કેટલાંક પાત્રોમાં વાસ્તવ સાથે આદર્શનું સંમિશ્રણ થયું છે. લેખકનો આશય સમાજદર્શન કરાવવાનો અને એ દ્વારા વાચકને જાગ્રત કરી ઊંચે લઈ જવાનો હોવાથી ચારિત્ર્યભ્રષ્ટતાના પ્રસંગોનું નિરૂપણ ખાસ કરીને પહેલા ભાગમાં વિશેષ થયું છે. ખલકનંદા, જમાલ, રૂપાળી, મેરુલો, દુષ્ટરાય, કલાવતી, પ્રમાદધન, કૃષ્ણલિકા, રઘી, રણજિત, ભૂપસિંહ, રમાબાઈ, સદાશિવ પંત વગેરે પાત્રોનાં અલન અને ભ્રષ્ટતાના પ્રસંગો દ્વારા પ્રાકૃત માનવીની નિમ્ન હલકી કોટિનું દર્શન કરાવાયું છે, કારણ કે લેખક પ્રસ્તાવનામાં જણાવે છે તે પ્રમાણે “મલિન માણસોનાં ચિત્ર શુદ્ધ ચિત્રોમાં કાળા લસરકા પેઠે ક્વચિત આણવાં પડ્યાં છે, કારણ કે અશુદ્ધિના અવલોકનથી શુદ્ધના ગૌરવનું માપ સ્પષ્ટ થાય છે.” બીજી બાજુ બુદ્ધિધન, લક્ષ્મીનંદન, ગુમાન. નરભેરામ, અલકકિશોરી વગેરે પાત્રોને ક્વચિત નીચે પડતાં પણ વળી પાછાં ઊંચે ચડતાં બતાવાયાં છે. સરસ્વતીચંદ્ર, કુમુદ, કુસુમ, વિદ્યાચતુર, ગુણસુંદરી, વિષ્ણુદાસ, ચંદ્રાવલી વગેરે પાત્રોમાં આદર્શનું નિરૂપણ વાસ્તવિકતાની મર્યાદામાં રહીને થયું છે.
પાત્રાલેખનની પદ્ધતિમાં લેખક પોતે જ ઘણુંખરું પાત્રનો વિગતે પરિચય આપણને કરાવી દે છે. ત્યાર પછી એનાં વાણી અને વર્તન દ્વારા આપણે એના સવિશેષ પરિચયમાં આવીએ છીએ. ક્વચિત સ્વગતોક્તિ, સંવાદ, પત્ર, સ્વપ્ન વગેરે દ્વારા લેખક પાત્રના માનસપૃથક્કરણમાં પાંડિત્યની શુષ્કતા અને દીર્ઘસૂત્રિતા પણ આવી જાય છે. તેમ છતાં પોતાનાં સ્વાનુભવ, નિરીક્ષણ, જનસ્વભાવની પરખ વગેરેને લીધે લેખક આપણને વૈવિધ્યપૂર્ણ, સ્વાભાવિક, સજીવન પાત્રસૃષ્ટિ આપી શક્યા છે. તેમાંયે પુરુષપાત્રો કરતાં સ્ત્રીપાત્રો (કુમુદ, કુસુમ, ચંદ્રાવલી, ગુણસુંદરી, કમલારાણી, મેનારાણી, બિન્દુમતી, અલકકિશોરી વગેરે)ના આલેખનમાં એમની કલાએ વિશેષ શક્તિ દાખવી છે.
વસ્તુસંકલના અને પાત્રાલેખનમાં લેખકની અપ્રતિમ શક્તિનાં જેવાં દર્શન થાય છે, તેવાં તેમની નિરૂપણપદ્ધતિમાં પણ થાય છે. પ્રસંગ હોય કે પાત્ર, પ્રકૃતિ હોય કે પરિસ્થિતિ એ દરેકનું માંડીને વિગતપ્રચુર આલેખન કરવાના શોક અને શક્તિ ગોવર્ધનરામમાં રહેલા જણાય છે. નવલકથામાં લેખકે કેટલેક સ્થળે નિર્ભેળ મનોહર પ્રકૃતિચિત્રો આલેખ્યાં છે. ભૂપસિંહના રાજદરબારના વર્ણનમાં લેખકની એ પ્રકારની શક્તિ આપણે જોઈ શકીએ છીએ. પ્રસંગ કે પરિસ્થિતિના આલેખનમાં પણ એટલા જ વિવિધ રંગો પૂરીને એને તેઓ સચોટ અને ઉઠાવદાર બનાવતા રહ્યા છે. લેખક પ્રકૃતિએ કવિ પણ છે અને એથી એમની કવિત્વશક્તિના ચમકારા સ્થળે સ્થળે દેખા દે છે. કેટલાંક આલેખનોમાં તો ઉપમાદિ અલંકારો વડે રાચતી
૪જ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org