________________
વિવિધ ક્ષેત્રનાં, વિવિધ કક્ષાનાં પાત્રો ખડા કરીને તે દ્વારા લેખકે તત્કાલીન સમાજના વિભિન્ન સ્તરનો ચિતાર આપ્યો છે. આ નવલકથામાં શ્રીમંત વેપારી, કારભારી, રાજા, પ્રધાન, બહારવટિયો, બાવો, વેશ્યા, ગણિકા, પૂજારી, ન્યાયાધીશ, ક્લેક્ટર, અમલદાર, શિરસ્તધર, સિપાઈ, ખવાસ, કવિ, પત્રકાર, ગાડીવાન, ગાડાવાળો, દાસી, રાણી, સાધુસાધ્વી વગેરે વિવિધ પ્રકારનાં પાત્રો નજરે પડે છે, જે કથાને વિવિધરંગી બનાવે છે.
સરસ્વતીચંદ્રના પાત્રાલેખનમાં આજના વાચકને જરા નવાઈ કે વિચિત્રતા લાગે એવી, તરત નજરે ચડે એવી, કોઈ લાક્ષણિકતા હોય તો તે પાત્રોનાં નામો છે. બુદ્ધિધન, મૂર્ખદત્ત, ધૂર્તલાલ, ઉદ્ધતલાલ, શઠરાય, કરવતરાય, નીચદાસ, પ્રમાદધન, દુષ્ટરાય વગેરે નામો તેવાં લક્ષણોનાં પ્રતીકરૂપ, કંઈક અવાસ્તવિક લાગે એવાં છે. અલબત્ત, લેખકે બધાં જ નામો આવા પ્રકારનાં પ્રયોજ્યો નથી નરભેરામ, રૂપાળી, રામસેન, રમાબાઈ, સદાશિવ પંત, પધા, રણજિત, વનલીલા વગેરે બીજાં ઘણાં નામો વાસ્તવિક પ્રકારનાં પણ છે. આવાં વાસ્તવિક નામોમાં પુરુષપાત્રો કરતાં સ્ત્રીપાત્રોનાં નામ વધારે જોવા મળે છે. લેખકે યથારામગુણ પાત્રો જે યોજ્યાં છે તે પોતાના સમયમાં નવલકથા, નાટક વગેરેમાં યોજવામાં આવતાં એવાં નામવાળાં
જેમ કે કપટચંદ્ર, હુનરખાન, યુરોપરાજ, કજિયાબાઈ, માનભટ્ટ, લોભદેવ, જુલમેશ્વર વગેરે) પાત્રોની લેખકવાચકમાં પ્રિય બનેલી પરંપરાને અનુસરીને જ. તેમ કરવા છતાં પણ લેખકે એવાં પાત્રોનું આલેખન એવું સજીવ અને આબેહૂબ કરેલું છે કે કથાના આસ્વાદમાં પાત્રોનાં નામની અવાસ્તવિકતા આપણને ખાસ કઠતી નથી. પાત્રોના આવા નામકરણને લીધે એવાં પાત્રો પ્રથમ દૃષ્ટિએ જાતચિત્રો (Types) જેવાં, અમુક એક વર્ગનાં કૃત્રિમ પ્રતિનિધિ જેવાં કદાચ લાગશે, પરંતુ એ પાત્રોનાં વર્તન અને વિકાસ જોતાં તે જાતિચિત્રો કરતાં વ્યક્તિચિત્રો (Individuals) જેવાં, પોતપોતાનાં આગવા વ્યક્તિત્વ ધબકતાં જીવંત લાગશે.
પાત્રસૃષ્ટિનું સર્જન ગોવર્ધનરામે માત્ર મનોરંજન માટે જ નહિ, પણ સંક્રાન્તિકાળનું યથાર્થ ચિત્ર દોરવાના વિશિષ્ટ હેતુથી કરેલું છે. “ આપણા કાનમાં વાગતા ભૂતદશાના ભણકારા, વર્તમાનદશાનો પ્રત્યક્ષ પડદો, અને ભવિષ્યકાળમાં વિદ્યાર્થી થનાર અવસ્થાની આજથી આપણી કલ્પના પર પડતી પ્રતિચ્છાયા એ સર્વનું મિશ્રણ” જેમ કથાવસ્તુમાં જોવા મળે છે તેમ તેનાં પાત્રોમાં પણ જોવા મળે છે. નાગરાજ, મુલ્લરાજ અને મણિરાજ તથા જાશંકર, બુદ્ધિધન અને વિદ્યાચતુર; તથા સૌભાગ્યદેવી, ગુણસુંદરી અને કુમુદ, કુસુમ – આવાં કેટકેટલાં પાત્રો ભૂત, વર્તમાન કે ભવિષ્યના પ્રતિનિધિરૂપ જોવા મળે છે.
સરસ્વતીચંદ્ર
૪૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org