________________
સાથે જ નવલકથા માટે અનેક પાત્રોનું સર્જન કરવાનું કર્તવ્ય એમને સાથે આવી પડ્યું. એમણે નવલકથા, નાટક, મહાકાવ્ય વગેરે પ્રકારની ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીમાં ઘણી કૃતિઓનું અધ્યયન કર્યું હતું અને એમાંની પાત્રસૃષ્ટિ નિહાળી હતી. વળી સંસારના અનેક માનવીઓનું સૂક્ષ્મ અવલોકન પણ એમણે કર્યું હતું. એટલે નવલકથાની પાત્રસૃષ્ટિ કેવી હોવી જોઈએ અને એના આલેખન માટે નવલકથાકાર પાસે કેવી કલા જોઈએ તેનાથી તેઓ સુપરિચિત હતા. પાત્રસૃષ્ટિની રચના કેવી હોવી જોઈએ તે વિશેનો તેમનો ખ્યાલ કેટલો સુનિશ્ચિત સ્વરૂપનો હતો તે “સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગની પ્રસ્તાવનાના તેમના શબ્દો જોતાં જણાશે :
“.આ ગ્રંથનાં પાત્ર ઉત્કૃષ્ટતમ ક્ય નથી કે વાંચનાર તેમને કેવળ કાલ્પનિક ગણે અને અનુકરણનો વિચાર જ ન આવે. તેમ જ લોકવર્ગનાં કેવળ સાધારણ મનુષ્યો જ ચીતર્યા નથી કે ઉત્કર્ષને ઉત્સાહ પગથિયું જ જોવામાં ન આવે. આપણા સાધારણ વિકારો – ક્ષમા કરવાયોગ્ય નિર્બળતા – તેથી ડગમગતાં પરંતુ સ્થિર થવા, ઉત્કર્ષ પામવા યત્ન કરતાં માનવીઓનાં ચિત્ર આપ્યાં છે. વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિ એ સર્વના પ્રકાશમાં, છાયામાં અંધારામાં તથા અધવચ રહેતા મનુષ્યોની સ્થિતિઓ અને સંક્રાન્તિઓ દર્શાવવા યત્ન કર્યો છે કે સર્વ વાંચનારને કોઈ કોઈ પાત્ર ઉપર સમભાવ થાય અને અનુકરણ સારુ ઉપમાન મળે.
માનવી માત્ર સારાસારની મેળવણી જેવું છે. આ જગતમાં સર્વ રીતે સારું જ અથવા સર્વ રીતે નરસું જ એવું કાંઈ નથી. એ મેળવણી અત્રે દર્શાવવામાં આવી છે અને તેમ કરવામાં અનુભાવક ઉપદેશ કરવો ઈચ્છક્યો છે.”
આમ ગોવર્ધનરામે પાત્રસૃષ્ટિના સર્જનમાં નવલકથાલેખનનું પોતાનું મૂળભૂત પ્રયોજન પણ લક્ષમાં રાખેલું છે. કથાવસ્તુ અને એની સંકલનામાં જેમ એમની સર્જકતાનાં દર્શન આપણને થાય છે તેમ પાત્રાલેખનમાં પણ એમની સર્જકતાનાં દર્શન આપણને થાય છે. આ નવલકથામાં એમણે કેટલાં બધાં પાત્રોનું સર્જન કર્યું છે ! એથી સરસ્વતીચંદ્રની પાત્રસૃષ્ટિ ભરચક લાગે છે. ફક્ત પહેલા ભાગમાં જ લગભગ સાઠ જેટલાં પાત્રોની પરિચયમાં આપણે આવીએ છીએ. આ દરેક પાત્રને એનું સ્વતંત્ર વ્યક્તિત્વ આપીને જીવંત બનાવવાનો પ્રયાસ એમણે કર્યો છે. મુખ્ય પાત્રોની જેમ ગૌણ પાત્રોની માવજત પણ એમણે ઘણી જ કાળજીપૂર્વક કરી છે. એથી વાર્તામાં ક્ષણવાર માટે આવતાં કેટલાંક પાત્રો પણ પોતાનાં વિશિષ્ટ ગુણલક્ષણો દ્વારા એમના વ્યક્તિત્વની છાપ આપણા ચિત્તમાં સચોટ રીતે અંકિત કરી જાય છે.
આ પાત્રસૃષ્ટિમાં વૈવિધ્ય પણ પાર વિનાનું આપણને જોવા મળે છે. સમાજનાં
૪૦૨ સાહિત્યદર્શન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org