________________
વાસ્તવિકમાંથી આદર્શનું, અધઃપતનમાંથી ઊર્ધ્વગમનનું ક્રમિક વ્યંજનાયુક્ત કલામય નિરૂપણ થયું છે.
સરસ્વતીચંદ્રના આ ચાર ભાગની કથાયોજનામાં લેખકની એક બીજી દૃષ્ટિ પણ રહેલી છે. પહેલા ભાગની રચનામાં પ્રાકૃત માનસને પણ રુચે એવી પ્રસંગપ્રચુર કથા લેખકે આપી છે. “જિજ્ઞાસારસને દ્રવતો કરી મિષ્ટ વાર્તા ભેળો ઉપદેશ પાઈ દેવો. કથાના વ્યસનીને સુકથાની મદિરા પાઈ સત્કર્મના વ્યસનમાં પડવાનો માર્ગ દેખાડવો” એવો એમનો આશય પહેલા ભાગની રચનામાં સવિશેષ જોવા મળે છે. બાકીના ત્રણે ભાગોની કથામાં અનુક્રમે ગૃહ, રાજ્ય અને ધર્મના ક્ષેત્રોનું સવિશેષ ચિત્ર દોરી એનું વાસ્તવિક અને આદર્શ દર્શન કરાવવાની યોજના લેખકે કરેલી હોય એમ જોઈ શકાય છે. * આમ, આ નવલકથામાં મુખ્ય કથા સાથે બીજી કેટલીક નાનીમોટી કથાઓનું આલેખન થયું છે. કથાના વિસ્તૃત પટને લીધે તે એક મહાનદની આકૃતિ ધારણ કરતી મહાનવલ બને છે. એમાં લેખકે કથાના પ્રસંગોના આલેખનમાં અને એની પરસ્પર સંકલનામાં ખૂબી અને કલા દાખવી છે એમ વર્તમાનમાંથી ભૂતમાં અને ભૂતમાંથી વર્તમાનમાં વારંવાર થતી કથાની ગતિમાં રહેલા સુમેળ પરથી પણ જોઈ શકાશે. નાનીનાની વિગતોના આલેખનમાં પણ લેખકે પ્રસંગે પ્રસંગે દાખવેલી કલાસૂઝ ઠીકઠીક વરતાઈ આવે છે. આમ છતાં સરસ્વતીચંદ્ર ગૃહત્યાગ કરીને નીકળ્યો અને સુવર્ણપુર આવ્યો ત્યાં સુધીના સમયનો ચાળો, ગુમાનની ઉંમર, ખલકનંદા, રૂપાળી અને મેરુલાની કામલીલા, ગુણસુંદરીની પ્રથમ પ્રસૂતિ, ચંચળનાં છોકરાં વગેરે કેટલીક બાબતોમાં આલેખનમાં ક્વચિત કંઈક શિથિલતા, અવાસ્તવિકતા કે અપ્રતીતિકરતા જણાય છે, જે બતાવે છે કે વિગતપૂર્ણ, ઝીણવટભર્યું આલેખન કરવામાં કુશળ એવા ગોવર્ધનરામથી ક્વચિત આવી નાની વિગતો પ્રત્યે પૂરતું લક્ષ અપાયું નહિ હોય. અલબત્ત, આવડા વિશાળ ગ્રંથમાં, અનેક મહત્ત્વની બીજી ઘટનાઓની સરખામણીમાં આવી ત્રુટિઓનું કંઈ જ મહત્ત્વ ન ગણાય અને એથી કૃતિના મૂલ્યાંકનમાં કંઈ જ ફેર ન પડે, તોપણ ઝીણવટભર્યું અધ્યયન કરનારની નરે ચડ્યા વગર રહે નહિ એવી એ બાબતો છે.
આ રીતે સરસ્વતીચંદ્રના કથાવસ્તુ અને એની સંકલનાને સમગ્ર દષ્ટિએ જોઈએ છીએ ત્યારે ચિંતક ગોવર્ધનરામની ઉચ્ચ સર્જનશક્તિનો પણ આપણને પરિચય મળી રહે છે. માટે જ, તેઓ એક સમર્થ કથાલેખક પણ છે એ વાત સ્વીકાર્યા વિના ચાલશે નહિ.
નિબંધો લખવાને બદલે નવલકથા લખવાનું ગોવર્ધનરામે વિચાર્યું એટલે એની
સરસ્વતીચંદ્ર
૪૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org