________________
પ્રાસંગિક કૃતિઓનું વિવેચન કર્યું છે. બીજા સ્તબકમાં લેખકે પ્રાવેશિક ઉપરાંત ચાર ખંડક પાડ્યા છે અને તેમાં પહેલા ખંડકમાં બાલાશંકર, કલાપી, સાગર વગેરે મસ્ત રંગના કવિઓ'ની કવિતાનું, બીજા ખંડકમાં નરસિંહરાવ, કાન્ત, ન્હાનાલાલ, ખબરદાર, ઠાકોર ઇત્યાદિની કવિતાનું, ત્રીજા ખંડકમાં ડાહ્યાલાલ દેરાસી, લલિત, બોટાદકર વગેરે દ્વિતીય પંક્તિના કવિઓની કવિતાનું અને ચોથા ખંડકમાં રાસ તથા બાળકાવ્યોનું વિવેચન કર્યું છે. ત્રીજા સ્તબકમાં માત્ર પ્રાવેશિક આપવામાં આવ્યો છે, અને તે પછી જૂના પ્રવાહ'ના શીર્ષક હેઠળ બે નાના ખંડકમાં એ વર્ગના કવિઓની કવિતાનું વિવેચન કરવામાં આવ્યું છે.
આ ત્રણે સ્તબકની પરસ્પર તુલના કરીએ તો જણાશે કે એકની જે વિશેષતા છે તે અન્યની નથી. દરેક સ્તબકના પ્રાવેશિકમાં લેખકે તે તે યુગની ગુજરાતી કવિતાનાં મુખ્ય મુખ્ય લક્ષણોની છણાવટ કરી છે, પરંતુ પહેલા કરતાં બીજા અને બીજા કરતાં ત્રીજા સ્તબકનો પ્રાવેશિક વધારે વિગતે આલેખાયો છે. પહેલા સ્તબકના માત્ર પ્રાવેશિક ઉપરથી તે યુગની કવિતાનો ખ્યાલ, બીજા-ત્રીજાના પ્રાવેશિકની સરખામણીમાં, જેટલો આવવો જોઈએ તેટલો આવતો નથી. વળી, તેમાં ૧૮૪૫ પૂર્વેની મધ્યકાલીન ગુજરાતી કવિતા સાથે નવી કવિતાના સામ્યવૈષમ્યની ખાસ સંતોષકર ચર્ચાવિચારણા કરવામાં આવી નથી. પહેલા સ્તબકમાં પારસીબોલીના કવિઓની વિચારણા કરવામાં આવી છે, પરંતુ બીજા સ્તબકમાં પા૨સીબોલીના કવિઓનો ઉલ્લેખ-અભ્યાસ, પહેલા સ્તબકની જેમ ક૨વામાં આવ્યો નથી; જોકે લેખકે પોતે પહેલા સ્તબકમાં એ વિષે નિર્દેશ કર્યો છે છતાં.
પહેલા સ્તબકનું એક આગવું અંગ તે પ્રાસંગિક કૃતિઓ'નું અવલોકન છે, જે આ ગ્રંથમાં કેટલુંક રસિક વાચન પૂરું પાડે છે. તત્કાલીન પ્રસંગો ઘટનાઓ ઇત્યાદિ વિશે તત્કાલીન કવિવાણી કેવી વહેતી અને તેની પાછળ રહેલું કવિમાનસ કે કવિલણ કેવું છતું થાય છે તે આ પ્રકારની રચનાઓનો અભ્યાસ દર્શાવે છે. પરંતુ બીજા કે ત્રીજા સ્તબકમાં લેખકે પ્રાસંગિક કૃતિઓનો એ પ્રકારનો અભ્યાસ છોડી દીધો
છે.
બીજા સ્તબકમાં મુખ્ય કવિઓની સંખ્યા મોટી છે અને ગૌણ કવિઓની સંખ્યા પણ ઘણી મોટી છે. વળી, એ તરતનો નજીકનો ભૂતકાળ હોવાને લીધે એના સાધારણ કવિઓ પણ ધ્યાનપાત્ર લાગે એવું બને જ. આ સ્તબકની એક વિવાદાસ્પદ બનેલી બાબત તે એ સ્તબકના પ્રસ્થાનબિંદુ વિશેની છે. બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં એનો રદિયો આપતાં સુન્દરમે લખ્યું છે, “હું આશા રાખું છું કે જે રીતે ગુજરાતી કવિતાને તેના વિકસતા ઐતિહાસિક ક્રમે મેં વાંચી છે તે રીતે તેઓ વાંચશે તો તેમને આ
શતાબ્દની કવિતાનું શકવર્તી વિવેચન ૪૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org