________________
આપણને બુદ્ધિધનના અતિથિ તરીકે જોવા મળે છે. બીજા ભાગમાં ગુણસુંદરીની કથા જ ઘણો ભાગ રોકે છે એમાં કુમુદ ડૂબી ગઈ એ ઘટનાનું અને સરસ્વતીચંદ્ર બહારવટિયાને હાથે ઘવાય છે તથા સુંદરગિરિના સાધુઓ એને લઈ જાય છે એટલી ઘટનાનું નિરૂપણ જોવા મળે છે. ત્રીજા ભાગમાં કુમુદની કંઈ જ વાત આવતી નથી અને સરસ્વતીચંદ્રની બાબતમાં પણ ઘટના આગળ કંઈ ચાલતી હોય એવું દેખાતું નથી. આ રીતે પહેલા ત્રણ ભાગ સુધી નાયક અને નાયિકાની કથા ગૌણ સ્થાન પામી છે, પરંતુ લેખકે એ ચોક્કસ દૃષ્ટિથી કર્યું છે. એ વિશે તેઓ પૂરા સભાન પણ છે. પહેલા ભાગની પ્રસ્તાવનાના એમના શબ્દો આપણને એની પ્રતીતિ કરાવશે: “આ ગ્રંથ એકથી વધારે કથાઓની ફૂલગૂંથણી છે. ગ્રંથના નાયકનો સ્ફટ આવિર્ભાવ થતાં પહેલાં ઉપનાયક પ્રથમ ધ્યાન રોકે છે. આથી વાર્તાની સંકલનાનું ઐક્ય રાખવું એવો યુરોપ દેશમાં ચાલતો નિયમ તૂટે છે, પરંતુ એક વાર્તાની વચ્ચે અનેક વાત દર્શાવતા ઈશ્વરે રચેલા ઇતિહાસનો નિયમ જળવાય છે.”
નવલકથાનો ચોથો ભાગ આગળના ત્રણે ભાગ કરતાં કદમાં ઘણો મોટો છે, પરંતુ તેમાં આગળના ભાગો કરતાં કથાનું પ્રમાણ અલ્પ છે. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્ર અને કુમુદના પુનર્મિલનની અને એ બંનેની શોધની કથા નિરૂપાઈ છે, પરંતુ તેમાં વચ્ચે વચ્ચે આવતાં મોટાં ચિંતનપ્રકરણોને લીધે કથાવસ્તુનો પ્રવાહ સ્થળે સ્થળે સ્થગિત થઈ જાય છે. નવલકથાના નિર્ભેળ કલાસ્વરૂપને એથી હાનિ પહોંચી છે એમ કેટલાકને અવશ્ય લાગશે, પરંતુ આપણે જાણીએ છીએ તેમ લેખકનો આશય કથાને માત્ર આલંબનરૂપે જ લેવાનો હતો. તેથી આમ બનવું સ્વાભાવિક છે. એટલે કથાના કલાસ્વરૂપને હાનિ પહોંચી છે એવું જ લાગતું હોય તો તે લેખકના કલાવિધાનના અજ્ઞાનને લીધે નહિ, પણ નવલકથાસર્જનના એમણે સભાનપણે સ્વીકારેલા ઉચ્ચાશયને લીધે જ થયું છે એ ભૂલવું ન જોઈએ. બીજી બાજુ સ્કૂલ કથાતત્વના કલાવિધાનની સંકુચિત દૃષ્ટિથી ન જોતાં કલા સમઝની વિશાળ દૃષ્ટિથી જોતાં સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ ગોવર્ધનરામની સર્જક અને ચિંતક પ્રતિભાનો સૌથી વધુ દ્યોતક જણાશે અને સૂક્ષ્મ કલાનાં ઉચ્ચતમ રસસ્થાનો સૌથી વધુ સિદ્ધ થયેલાં પણ તેમાં જ જણાશે.
નવલકથાના પહેલા ભાગથી માંડીને ચોથા ભાગના લગભગ અંત સુધી કથાનો નાયક – ગૃહત્યાગ કરીને નીકળેલો સરસ્વતીચંદ્ર – આપણને ફક્ત અતિથિ તરીકે જ પહેલાં બુદ્ધિધનનો અને પછી વિષ્ણુદાસનો) જોવા મળે છે. સુવર્ણપુરમાં બુદ્ધિધનને ઘરે જઈ, ત્યાંથી નીકળતાં રસ્તામાં ઘાયલ થઈ, સુંદરગિરિ પર સાધુઓ પાસે જઈ, ત્યાં ફરી કુમુદને મળી વિશુદ્ધ થઈ, કુસુમ સાથે લગ્ન કરી મુંબઈ એ
૩૯૮ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org