________________
પ્રસ્તાવનામાં આ પ્રમાણે જણાવ્યો છે : “આપણી પ્રજા, આપણો દેશ, આપણાં કાળ, આપણા વિચારઆચાર અને આપણી આધિઉપાધિ : એ સર્વના વર્તમાન ચિત્ર વચ્ચે ઊભા રહીને, આપણી ભાવિ પ્રજાનું એ જ વિષયોના રંગોથી ભરેલું કલ્પિત ચિત્ર આલેખવું એ આ કથાનો એક વિશિષ્ટ ઉદ્દેશ છે... સંક્રાંતિકાળના આ ખગ્રાસે મોહમાં તથા શોકમાં પાડેલાં જૂના અને નવાં, તરુણ અને વૃદ્ધ. અશિક્ષિત અને શિક્ષિત, અન્ન અને પ્રશ, દીન અને સમર્થ, ભ્રષ્ટ અને શિષ્ટ સર્વ ચિત્તોમાં મોક્ષકાળના આ ઉદયમાન ચિરંજીવ કિરણ પ્રવેશ પામે અને અવિચારને સ્થાને વિચાર અને અવસાદને સ્થાને ઉત્સાહ પ્રવર્તે – એ આ કથાના સર્વ ભાગોના સર્વ ઉદ્દેશોનો કેન્દ્રસ્થ ઉદ્દેશ
- ગોવર્ધનરામે નવલકથાલેખનનું પ્રયોજન આ પ્રમાણે રાખ્યું એટલે એના કથાવસ્તુની યોજના પણ એ પ્રમાણે એટલા મોટા પાયા પર એમને કરવી પડી. એમાં કથા અને ચિંતન બંનેનો સમાવેશ થતાં ચાર ભાગનો વિશાળ પટ આલેખાયો. આવા મહાકાય ગ્રંથની કથા માટે એમને પોતાના અંગત અનુભવો દેશી રજવાડાના તથા વકીલાતના અનુભવો અને અવલોકન કામ લાગ્યાં. કથાવસ્તુની પસંદગી અને ગોઠવણ પણ એમણે વિવિધ ઉદ્દેશ અને દૃષ્ટિકોણથી કરી. એમ કરવામાં “કલાના કૃત્રિમ નિયમો સાચવવા કરતાં ઈશ્વરલીલાનું સદર્ભે ચિત્ર આપવાનો પ્રયાસ એમણે પ્રધાનસ્થાને રાખ્યો, કથાને રમણીય અને રોચક બનાવવાનો પ્રયત્ન, અલબત્ત, એમણે કર્યો જ છે, પરંતુ તેમ કરતી વખતે પણ એ વિશેનો એમનો ખ્યાલ અત્યંત સ્પષ્ટ હતો કે “સુંદર થવું એ સ્ત્રીનું તેમજ નવલકથાનું લક્ષ્ય છે, પરંતુ એ લક્ષ્યની સંપત્તિ તે માત્ર કોઈ બીજા ગુરુતર લક્ષ્ય પામવાનું પગથિયું છે. મનહર થવા કરતાં મનભર થવું એ વધારે સાધન અને શક્તિની અપેક્ષા રાખે છે.”
“સરસ્વતીચંદ્રમાં સરસ્વતીચંદ્ર અને કુમુદની મુખ્ય કથા એના ચારે ભાગમાં વણાયેલી છે. પરંતુ તે ઉપરાંત તેમાં બીજી કેટલીક કથાઓ પણ ગૂંથી લેવામાં આવી છે. એ કથાઓ માત્ર આડકથા જેવી નહિ, પણ એના પ્રત્યેક ભાગમાં કેન્દ્રસ્થાને રહેલી એવી મુખ્ય કથા જેવી છે. નવલકથાના પ્રત્યેક ભાગ માટે લેખકે યોજેલાં સ્વતંત્ર નામો (ભાગ-૧ : બુદ્ધિધનનો કારભાર : ભાગ-૨ : ગુણસુંદરીનું કુટુંબજાળ; ભાગ-૩: રત્નનગરીનું રાજ્યતંત્ર; ભાગ-૪ : સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય) પરથી પણ એ જોઈ શકાશે.
આ રીતે જોતાં કથાના નાયક અને નાયિકા સરસ્વતીચંદ્ર અને કુમુદની કથા પહેલા ત્રણ ભાગમાં ગૌણપણે રહેલી જણાશે. પ્રથમ ભાગમાં કથાનાયક સરસ્વતીચંદ્રની પૂર્વકથા વિગતે અપાઈ છે, પરંતુ કથાના ચાલુ પ્રવાહમાં તો તે
સરસ્વતીચંદ્ર - ૩૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org