________________
પાછો ફરે છે. એટલો, લગભગ બે મહિના જેટલો અલ્પકાળ આ નવલકથાનું કથાવસ્તુ વર્તમાનમાંથી ભવિષ્યમાં ગતિ કરે છે. તેમ છતાં આટલા ટૂંકા ગાળામાં લેખકે વર્તમાનને ભૂતકાળના પ્રસંગો દ્વારા સાંકળી લઈ કથાને ભરચક બનાવી દીધી છે. લેખક પાસે કથાને રસિક બનાવવાની કલા છે અને એથી વાચકનો જિજ્ઞાસારસ ઉત્તેજિત થાય છે એ પ્રકારના પ્રસંગો ગૂંથી લઈ કથાની સંકલના એમણે કરી છે. આ નવલકથામાં જમાલ અને અલકકિશોરી, અલકકિશોરી અને સરસ્વતીચંદ્ર, પ્રમાદધન અને કૃષ્ણકલિકા, બુદ્ધિધનને ઘરે સરસ્વતીચંદ્ર અને કુમુદ, કલાવતી અને દુષ્ટ રાય, ભૂપસિંહ અને રમાબાઈ, બુદ્ધિધન અને રાજબા, માનચતુર અને બહારવટિયા, સરસ્વતીચંદ્ર અને અર્થદાસ, ચંદ્રાવલી અને મધુરી, સુંદરગિરિ પર સરસ્વતીચંદ્ર અને કુમુદ વગેરેના પ્રસંગોનું અને એવા બીજા કેટકેટલા પ્રસંગોનું લેખકે વાચકમાં કૌતુક જન્માવે એવું આલેખન કર્યું છે.
પ્રસંગોનું વિગતે રસપૂર્ણ આલેખન કરવાની કલા લેખકને સુપેરે હસ્તગત છે એની પ્રતીતિ નવલકથાના – ખાસ કરીને પહેલા અને બીજા ભાગના – આવા કેટકેટલાયે પ્રસંગો દ્વારા થશે. પ્રસંગોના નિર્માણમાં પણ લેખકે પુષ્કળ વૈવિધ્ય દાખવ્યું છે. એમાં લોકકૌતુક જગાડે એવા સ્થૂલ પ્રસંગોથી માંડીને સૂક્ષ્મ સંવેદનાના કવિત્વમય સંતર્પક પ્રસંગો સુધીનું, માનવજીવનની ક્ષુદ્રતા અને પામરતારૂપી ઊંડામાં ઊંડી ખીણનું દર્શન કરાવે એવા પ્રસંગોથી માંડીને માનવજીવનની ઉચ્ચતા અને શ્રેષ્ઠતાનાં ભવ્યોન્નત શિખરોનું દર્શન કરાવે એવા પ્રસંગો સુધીનું નિરૂપણ લેખકને હાથે થયું છે. એ દ્વારા લેખકની નિરૂપણશક્તિનો સાચો સચોટ પરિચય વાચકને મળી રહે છે.
ગોવર્ધનરામનો આશય માત્ર મનોરંજનાર્થે કથાવસ્તુ આલેખવાનો નહોતો. અંગ્રેજોના આગમન પછી પીરસ્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષને લીધે તત્કાળ ભારતીય જીવનમાં જાગેલા વિચારવંટોળના પરિણામે ઉપસ્થિત થયેલા મહાપ્રશ્નોની મીમાંસા કરવાનો અને એમ કરીને બંને સંસ્કૃતિઓનાં ઉત્તમ લક્ષણો તારવી, તેનો સમન્વય પ્રબોધી “શાસ્ત્રીય દેશોદ્ધારકોને માર્ગદર્શન કરાવવાનો એમનો આશય પણ સાથે સાથે હતો જ. આ ઉદ્દેશને અનુલક્ષી તેમણે કથા દ્વારા ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે કાળનાં વાસ્તવિક અને આદર્શ જીવનનું દર્શન કરાવવાનો પ્રયાસ કર્યો છે. પહેલા ભાગની પ્રસ્તાવનામાં તેઓ લખે છે : “વાર્તાનો સમય છેક સમીપનો અને પ્રદેશ આપણી ગુર્જર વસ્તીનો રાખેલો છે. એટલે હજુ સુધી આપણા કાનમાં વાગતા ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો, અને ભવિષ્યકાળમાં વિદ્યાર્થી થનાર અવસ્થાની આજથી આપણી કલ્પના પર પડતી
સરસ્વતીચંદ્ર - ૩૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org