________________
૨૫ સરસ્વતીચંદ્ર
આપણા પ્રથમ પંક્તિના પરમ તેજસ્વી સાહિત્યકારોમાં સરસ્વતીચંદ્રકાર સ્વર્ગસ્થ સાક્ષર શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું સ્થાન અગ્રગણ્ય છે. આ પ્રતિભાવંત સાહિત્યકારે પોતાની મેધાવી પ્રતિભા વડે ગુજરાતી સાહિત્યમાં સર્જન અને ચિંતનનાં જે કેટલાંક વિરલ ઉચ્ચ શિખરો સર કર્યા છે તેવાં ભાગ્યે જ બીજા કોઈ સાહિત્યકારે સર કર્યા હશે. જીવનના પારાવારનું સાહિત્ય દ્વારા એમણે જે દર્શન કરાવ્યું તે ગુજરાતી સાહિત્યમાં અનોખું છે. એમણે નર્મદના સમયના પશ્ચિમ તરફી વિચારઝોકને વાળી લીધો; પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની તલસ્પર્શી મીમાંસા કરીને બંનેનાં ઉત્તમ તત્ત્વોનો સમન્વય પ્રબોધ્યો; વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાજ્યના આદર્શોનું નિરૂપણ કર્યું, લોકકલ્યાણની ભાવના પ્રબળપણે રજૂ કરી અને ત્રિગુણાત્મક સંસારનું દર્શન કરાવી જીવનનાં સામર્થ્ય અને ઉન્નતતા તરફ અંગુલિનિર્દેશ કર્યો. માટે જ ગોવર્ધનરામને આપણે “મહર્ષિ', ‘કાન્તદર્શી, “મનીષી' તરીકે ઓળખાવીએ છીએ.
સ્વર્ગસ્થ ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર' ઉપરાંત “સ્નેહમુદ્રા, “સાક્ષરજીવન', અધ્યાત્મજીવન', “લીલાવતી-જીવનકલા', ‘દયારામનો અક્ષરદેહ વગેરે અન્ય કૃતિઓની રચના કરી છે. પરંતુ એમની બધી કૃતિઓમાં “સરસ્વતીચંદ્ર'ની રચના જ મુખ્યતમ છે. “સરસ્વતીચંદ્ર'ના સર્જનારંભ પૂર્વે એમણે સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીમાં ગદ્ય અને પદ્યના પ્રકારની કેટલીક નાની નાની રચનાઓ ઠેઠ કોલેજના અભ્યાસકાળથી માંડીને કરેલી, જે બતાવે છે કે ગોવર્ધનરામમાં સર્જક અને વિચારક પ્રતિભાબીજ “સરસ્વતીચંદ્ર'ના સર્જન પૂર્વે પાંગરવા માંડ્યું હતું. કોલેજના અભ્યાસકાળ દરમિયાન અને વ્યવસાયકાળના આરંભનાં વર્ષોમાં ગ્રંથો દ્વારા અને
૩૯૪ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org