________________
આવ્યાં. તેમને સારું લાગતું હતું અને મુલાકાતીઓને મળવા દેવામાં આવતા હતા ત્યારે અમે એમની ખબર જોવા ગયેલાં. તે વખતે પૂરી સ્વસ્થતાપૂર્વક તેમણે અમારાં દીકરા-દીકરીનાં નામ દઈને પૂછતાછ કરેલી. એ પરથી લાગ્યું કે તેમની સ્મૃતિ હજુ સારી છે. જ્યારે જ્યારે એમને અસહ્ય પીડા થતી ત્યારે એમને પીડાશામક દવાઓ અને ઇજેક્શન આપવા પડતાં.
અલબત્ત, બીમારી કેન્સરની હતી અને શરીર ઉત્તરોત્તર ઘસાતું જતું હતું તે જોતાં તેઓ હવે વધુ વખત નહિ કાઢે એવું લાગતું હતું. તેમની તબિયત વધુ લથડતી ગઈ અને હૉસ્પિટલમાં રાખવાનું કોઈ પ્રયોજન નથી એમ જણાતાં ફરી પાછાં એમને એમના ભાઈના ઘરે લઈ આવવામાં આવ્યાં અને એ ઘરે જ એમણે દેહ છોડ્યો.
હીરાબહેનનું સ્મરણ થતાં કેટલા બધા પ્રસંગો નજર સામે તરવરે છે ! પાઠકસાહેબના સંયોગથી તેઓ ધન્ય અને સાર્થક જીવન જીવી ગયાં. તેમની ઉચ્ચ કોટિની ચેતનામાંથી ઘણાંને પ્રેરણા મળી રહે એમ છે. સ્વ. હીરાબહેનના આત્માને નતમસ્તકે અંજલિ અર્પ છું.
(સાંપ્રત સહિચિંતન-૮)
સ્વ. હીરાબહેન પાઠક
૩૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org