________________
મોટી યોજના માટે ઠીક ઠીક સમય આપવો પડતો હોવાથી ૧૯૭૫ પછી હીરાબહેનનું પોતાના ઘરે નિયમિત રહેવાનું ઓછું અને ઓછું થતું ગયું. ક્યારેક ત્રણ-ચાર મહિના માટે તેઓ અમદાવાદ ગયાં હોય, ક્યારેક પોતાના ભાઈના ઘરે રહેવા ગયાં હોય, તો ક્યારેક વળી પોતાની ખાસ બહેનપણી બકાબહેનના ઘરે રહેવા ગયાં હોય. આવું વારંવાર બનવા લાગ્યું હતું. એથી મુંબઈના સાહિત્યગત સાથેના હીરાબહેનના સંપર્કમાં ઓટ આવી હતી. વળી જ્યારથી તેઓ ઈગતપુરીમાં શ્રી ગોએન્કાજીની વિપશ્યના ધ્યાનની સાધના કરી આવ્યાં હતાં ત્યારથી તેમના જીવનમાં એક વળાંક આવેલો જોઈ શકાતો હતો. પહેલાં હીરાબહેન મળે ત્યારે દસ સવાલ પૂછે અને ઘણી માહિતી મેળવે. તેને બદલે હવે હીરાબહેનને ઓછા સંપર્કો અને એકાંતવાસ વધુ પ્રિય બન્યાં હતાં. ફોનમાં પણ તેઓ ટૂંકી અને મુદ્દાસરની વાત કરતાં. તેઓ બિલકુલ બહાર જતાં નહિ એવું નહિ, પરંતુ ઉપયોગી અને અનિવાર્ય હોય એવા જાહેર કાર્યક્રમોમાં જતાં.
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પાઠકસાહેબના બધા જ ગ્રંથોના પુનર્રકાશનનું આયોજન થયું એથી હીરાબહેનને અત્યંત હર્ષ થયો હતો. જીવનની બહુ મોટી ધન્યતા તેમણે અનુભવી હતી. આ યોજના માટે પોતાની બીજી પ્રવૃત્તિઓ છોડી દઈને પણ તેઓ કામ કરવા લાગી ગયાં હતાં. જીવનના અંત સુધી એમણે આ જવાબદારી સારી રીતે વહન કરી હતી.
ગુજરાત સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકેનો “ગૌરવ પુરસ્કાર' હરાબહેનને આપવાનું નક્કી કર્યું એ સમયોચિત જ હતું. હીરાબહેનને આ પુરસ્કાર આપવા માટે શ્રી મનુભાઈ પંચોળી, શ્રી યશવંત શુક્લ વગેરે મુંબઈ પધાર્યા અને હરકિશન હૉસ્પિટલમાં જઈને પથારીવશ એવાં હીરાબહેનને આ પુરસ્કાર અર્પણ કર્યો એ ખરેખર એક મહત્ત્વની યાદગારી ઘટના હતી. એ પ્રસંગે માંદગીને બિછાનેથી હીરાબહેને પંદરેક મિનિટ સુધી પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. અશક્ત એવાં હીરાબહેનને અંદરના કોઈ અદમ્ય ઉત્સાહ અને ઉમંગે એમની પાસે આવું સરસ વક્તવ્ય કરાવ્યું
હતું.
હીરાબહેનની તબિયત બગડી એ પછી નિદાન કરતાં ડૉક્ટરોને જણાવ્યું કે તેમને હાડકાંના કેન્સરનો વ્યાધિ થયો છે. આ માટે તરત સારવાર ચાલુ થઈ. એમના ભાઈ બાલકૃષ્ણભાઈ હરકિશનદાસ હૉસ્પિટલમાં મુખ્ય ટ્રસ્ટી એટલે હીરાબહેનની સારવારમાં તો કોઈ જ ખામી રહી નહિ, પરંતુ હીરાબહેનની માંદગી ઠીક ઠીક સમય સુધી ચાલી. વચ્ચે તો તેઓ બેભાન અવસ્થામાં હતાં ત્યારે કોઈને અંદર જવા દેવામાં આવતાં નહિ. તેઓ ઘરે આવ્યાં. ફરી પાછાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં
૩૯૨ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org