________________
પોતાનો એ વિષયોનો અભ્યાસ ઇન્ટરવ્યુમાં પાસ થવા જેટલો નહોતો. દરેક પ્રશ્ન વખતે ડૉ. વ્યાસને જવાબ આપવો પડ્યો કે “માફ કરજો, એ મારા અભ્યાસનો વિષય નથી.” આવી રીતે આવા આવા પ્રશ્ન પૂછીને પસંદગી સમિતિએ ડૉ. વ્યાસને કશું જ આવડતું નથી એવું વાઈસ ચાન્સેલર અને સરકારી પ્રતિનિધિ સમક્ષ બતાવીને પ્રોફેસરની પોસ્ટ માટે અપાત્ર ઠરાવ્યા. એવી જ રીતે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં રીડરની પોસ્ટ ધરાવનાર હીરાબહેન પાઠકને પ્રોફેસરની પોસ્ટ ન આપતાં અન્યાય થયો હતો. પસંદગી સમિતિમાં ઉમાશંકર જોશી પણ હતા. ઈન્ટરવ્યુ પછી એક માત્ર ઉમાશંકર જોશીએ હીરાબહેનને પ્રોફેસરની પોસ્ટ મળવી જોઈએ એવો અભિપ્રાય દર્શાવ્યો હતો. પસંદગી સમિતિની બેઠકમાં પ્રિન્સિપાલ ફાટકે હીરાબહેનના અધ્યાપનકાર્યથી પોતાને સંતોષ નથી એવું લેખિત નિવેદન રજૂ કર્યું જેની કોઈ જરૂર નહોતી. એવા નિવેદન પાછળ કાવતરું હતું. એથી ઉમાશંકર આ બધી ચાલ સમજી ગયા, ગુસ્સે થયા અને કહ્યું : “I smell a rat in this meeting' અને પસંદગી સમિતિના અહેવાલમાં પોતે બીજા સભ્યોના અભિપ્રાય સાથે સંમત નથી એવી વિરોધની નોંધ લખી અને વાઇસ ચાન્સેલર લેડી ઠાકરશીને પછી કહ્યું કે પોતે હવે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનું કોઈ નિમંત્રણ સ્વીકારશે નહિ.
હીરાબહેનને પ્રોફેસરની પોસ્ટ મળી નહિ એનું દુઃખ ઘણું રહ્યું. પછી તો તેઓ રાજીનામું મૂકી યુનિવર્સિટીમાંથી વહેલાં નિવૃત્ત થઈ ગયાં.
જ્યાં સુધી કૉલેજમાં અધ્યાપિકા તરીકે હીરાબહેન કામ કરતાં હતાં ત્યાં સુધી તો તેમનો સમય કયાં પસાર થઈ જતો તેની ખબર પડતી નહિ. પરંતુ નિવૃત્ત થયા પછી તેમણે નજીકમાં ભારતીય વિદ્યા ભવનમાં રોજેરોજ જઈને પોતાના અધ્યયનની પ્રવૃત્તિ સતત ચાલુ રાખી હતી. પોતાને નોકર-ચાકરના સમય સાચવવાની પરાધીનતા નહોતી ગમતી. એટલા માટે તેઓ કેટલાંક ઘરકામ હાથે જ કરી લેતાં. તેઓ સાદાઈથી રહેતાં અને સ્વાશ્રયી જીવન જીવતાં. સાંજે ભવનમાંથી તેઓ ઘરે આવે ત્યારે મળવા આવનાર વ્યક્તિઓનો મેળો જામતો. તેઓ ઘણી જુદી જુદી સંસ્થાઓમાં સલાહકાર તરીકે માર્ગદર્શન આપતાં. મહિલાઓની સંસ્થાઓમાં તેઓ વધુ રસ લેતાં. નવોદિત લેખિકા કે કવયિત્રીઓને તેઓ સારું માર્ગદર્શન આપતાં. મુંબઈના સાહિત્યજગતમાં એક મુરબ્બી તરીકે તેમનું મોભાભર્યું સ્થાન હતું. તેઓ સાહિત્યિક અને અન્ય વિષયનાં વ્યાખ્યાનો કે ચર્ચાઓના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતાં. તેઓ સશક્ત અને તરવરાટવાળાં હતાં અને ઘણી પ્રવૃત્તિઓને પહોંચી વળતાં.
અધ્યાપિકા તરીકેની નોકરીમાં કોઈ બંધન ન હોવાથી અને પોતાની લેખનપ્રવૃત્તિ કંઈક મંદ પડવાથી તથા પાઠકસાહેબના ગ્રંથોના પુનર્મુદ્રણને માટે કરેલી
સ્વ. હીરાબહેન પાઠક - ૩૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org