________________
વખતે આપણા વડીલ અધ્યાપકોએ કેવો અન્યાય ગુજરાતી ભાષાને અને સાથે સાથે આપણાં સમર્થ અધ્યાપકોને કર્યો હતો તે સમજાય છે.
૧૯૬૭-૬૮માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં પ્રોફેસરોની પોસ્ટ માટે યુ.જી.સી.ની મંજૂરી મળી હતી. એ પોસ્ટની જાહેરાત થતાં હીરાબહેન તો એ માટે અરજી કરવાનાં જ હતાં, પરંતુ પ્રિન્સિપાલ ફાટકના આગ્રહથી મારે પણ એ પોસ્ટ માટે અરજી કરવાનું પ્રાપ્ત થયું હતું. મારી બહુ ઇચ્છા નહોતી. પરંતુ સંજોગો એવા ઊભા થયા હતા કે અરજી કરવી પડે તેમ હતી. એ માટે ઝાલાસાહેબની તથા હીરાબહેનની સંમતિ પછી જ મેં અરજી કરી હતી. એ દિવસોમાં હીરાબહેન માટે એક પ્રશ્ન એ ઊભો થયો હતો કે એમણે પોતાના શોધનિબંધ પછી નવું કંઈ સંશોધનકાર્ય કર્યું ન હતું. પ્રોફેસરની પોસ્ટ પ્રાપ્ત કરવા માટે આવું કંઈક સંપાદનસંશોધન કરવું આવશ્યક હતું. હીરાબહેને એ વિશે મને વાત કરી. ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તાનું સંપાદન ઈન્ટરવ્યુ પહેલાં પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા હતી. એ માટે તેમણે મારી સહાય માગી. ભારતીય વિદ્યાભવનમાં બેસીને આ સંપાદન તૈયાર કરવામાં મેં તેમને સહાય કરી. એ વખતે હીરાબહેન પાસે નિખાલસતાથી એક વાત મેં રજૂ કરી કે, “હરાબહેન, પ્રોફેસરની પોસ્ટ માટે હું પણ અરજી કરવાનો છું. એટલે ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તાના સંપાદનમાં મેં તમને સહાય કરી છે એવો ઉલ્લેખ તમે ન કરો એવું હું ઇચ્છું છું, કારણ કે પ્રિન્સિપાલ ફાટક તો એ વાતને જ વળગી રહેશે કે હીરાબહેન કરતાં રમણલાલ શાહ ચડિયાતા છે. હીરાબહેને એ વાત માન્ય રાખી.
એ દિવસોમાં મુંબઈમાં બે વ્યક્તિઓને પ્રોફેસરના પદ માટે અપાત્ર ઠરાવીને મુંબઈ યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીએ ભારે અન્યાય કર્યો હતો એમ ઘણાંને ત્યારે લાગ્યું હતું ઃ (૧) ડૉ. કાન્તિલાલ બી. વ્યાસ અને (૨) શ્રીમતી હીરાબહેન પાઠક. ડૉ. કાન્તિલાલ વ્યાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રખર અભ્યાસી અને સંશોધક હતા. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર અને વળી ભાષાવિજ્ઞાનના પણ નિષ્ણાત હતા. પ્રોફેસરની પોસ્ટ માટે મુંબઈ યુનિવર્સિટીમાં એમણે જ્યારે અરજી કરી ત્યારે તેઓ એકમાત્ર ઉમેદવાર હતા. તેઓ એ સ્થાન માટે યોગ્ય જ હતા. છતાં આવું માનભર્યું સ્થાન એમને ન આપવાના દ્વેષભય પ્રયાસો થયા હતા. ત્યારે પસંદગી સમિતિમાં પ્રો. અમૃતલાલ યાજ્ઞિક, પ્રો. બેટાઈ વગેરે હતા. પ્રો. અનંતરાય રાવળ અમદાવાદથી હેતુપૂર્વક આવ્યા નહિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નિષ્ણાત ડૉ. કાન્તિલાલ વ્યાસને ઇન્ટરબૂમાં એમના અભ્યાસના વિષયના ક્ષેત્રને લગતો કોઈ પ્રશ્ન ન પૂછતાં બોદલેર, કેમ, કાફકા, સાત્ર, કિર્કીગાર્ડ, એબ્સર્ડ ડ્રામા, એન્ટિનોવેલ, અસ્તિત્વવાદ વગેરે વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. જોકે પૂછનારનો
૩% કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org