SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવ દ્વારા માનવજીવનના કરેલા ચિંતનમનનના પરિપાકરૂપે પોતાના વિચારો લોક સમક્ષ રજૂ કરવાની અદમ્ય અભિલાષા એમનામાં જાગેલી. એ અભિલાષાનું મૂર્ત સ્વરૂપ એટલે “સરસ્વતીચંદ્ર'. એની રચના સપ્રયોજન અને સાર્થક છે. ગોવર્ધનરામે પોતાના લેખકજીવનનો સૌથી મોટો અને સૌથી ઉત્તમ કાળ આ ગ્રંથની રચના માટે આપ્યો છે, એટલું જ નહિ પણ પોતાની નાદુરસ્ત તબિયતને લક્ષમાં રાખી, આવા મોટા ગ્રંથની રચના માટે જોઈતા દીર્ઘકાળને પણ લક્ષમાં રાખીને એમણે જીવનના તપતા મધ્યાહને ધીખતી કમાણીને તરછોડીને સ્વેચ્છાએ નિવૃત્તિજીવન સ્વીકાર્યું હતું. સરસ્વતીચંદ્રની રચના અને પૂર્ણાહુતિના પાયામાં ગોવર્ધનરામનું અસાધારણ સ્વાર્પણ રહેલું છે. આવા મહાન ગ્રંથની રચના માટે ગોવર્ધનરામે પોતાની યોજના પહેલેથી ઘડી રાખી હતી. એને માટે એમણે પોતાની જાતને પૂર્વતૈયારીથી સુસજ્જ કરી લીધી હતી. એમણે સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતીમાં લખાયેલા લલિત અને લલિતેતર સાહિત્યના વિપુલ પ્રવાહમાં ઠીક ઠીક અવગાહન કરી લીધું હતું. “સરસ્વતીચંદ્રના ચારે ભાગમાં પથરાયેલાં અસંખ્ય અવતરણો આ વાતની સાક્ષી પૂરે છે. ગોવર્ધનરામે યુનિવર્સિટીમાં કેળવણી લીધી હતી અને તેથી તેઓ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને સંસ્કૃત ભાષા ઉપર પણ ઘણું સારું પ્રભુત્વ ધરાવતા હતા. એ પ્રત્યેક ભાષામાં સ્વતંત્ર લેખન કરવા જેટલી શક્તિ એમનામાં હતી. તેમાં એમણે લેખનકાર્ય કરેલું પણ છે. “સરસ્વતીચંદ્રમાં એક આખું પ્રકરણ સંસ્કૃત ભાષામાં લખેલું છે અને અંગ્રેજી લખાણ તો ઘણે સ્થળે આવે છે. આથી “સરસ્વતીચંદ્ર' સંસ્કૃત કે અંગ્રેજીમાં લખવા જેટલી શક્તિ એમની પાસે હતી એમ કહેવાય છે. આ નવલકથા અંગ્રેજીમાં નહિ પણ ગુજરાતીમાં લખવા માટે એમને નિર્ણય કરવો પડ્યો એ જ બતાવે છે કે પોતાની એવી શક્તિમાં એમને પૂરેપૂરો વિશ્વાસ હતો. પોતાના વિચારો હિંદુસ્તાનના થોડા સુશિક્ષિતો સુધી પહોંચે એના કરતાં ગુજરાતની પ્રજામાં પ્રસરે એવી ઇચ્છાને કારણે એમણે ગુજરાતીમાં નવલકથા લખી. એ માટે એમના એક બંગાળી મિત્રે એમને લખેલું પણ ખરું કે “You have given to a party what was meant for mankind."* ગોવર્ધનરામનો ઉદ્દેશ પોતાના અભ્યાસ અને અવલોકનના કાળ દરમિયાન પોતાને જે કંઈ વિચારો સૂઝયા અને લોકકલ્યાણ વિશે પોતે જે કંઈ ચિંતન કર્યું તે બધું જનહિતાય મૂકવાનો હતો. તે નિબંધરૂપે મૂકવાની તેમને પ્રથમ ઇચ્છા થયેલી; પણ પછી નિબંધ કરતાં રોચક નવલકથાના રૂપમાં મૂકવામાં આવે તો “પ્રસાદ ખાવા * શ્રીયુત ગોવર્ધનરામ', પૃ.૨૨૨ (આવૃત્તિ પહેલી) સરસ્વતીચંદ્ર ૩૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy