________________
સક્રિય રસ લેતાં. ઉપ-પ્રમુખ અને વિભાગીય પ્રમુખનું સ્થાન પ્રાપ્ત કર્યા પછી હીરાબહેનને એવી આશા હતી કે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ દરમિયાન કોઈ મહિલા સાહિત્યકારને સાહિત્ય પરિષદના પ્રમુખનું સ્થાન મળવું જોઈએ. એમ જો થાય તો પોતે એને માટે યોગ્ય ઉમેદવાર છે એમ એમને લાગતું. પરંતુ સાહિત્ય પરિષદમાં તો પ્રમુખની ચૂંટણી માટે જે નિયમો છે તે જોતાં હીરાબહેન તેમાં ફાવી શકે નહિ. એટલે એમણે એ દિશામાં પ્રયાસ કરવાનું માંડી વાળ્યું.
મુંબઈમાં પોતાને ઘરે ફોન મેળવવો એ ઘણી તકલીફની વાત રહી છે. હીરાબહેનના ઘરે જ્યારે ફોન આવ્યો ત્યારે તેમને ખૂબ આનંદ થયો. ફોનથી તરત સંપર્ક થઈ શકે. કેટલેય ઠેકાણે જાતે જવું ન પડે અને કેટલાંય કામ ઝડપથી કરી શકાય. હીરાબહેનના ઘરે આ ફોન આવ્યો એ એમને માટે ઉત્સવ જેવી ઘટના હતી, કારણ કે એથી ઘરમાં એકલતા લાગતી નહિ.
પોતાના ઘરે ફોન આવ્યા પછી હીરાબહેનના સંપર્કો ઘણા વધી ગયા હતા. મુંબઈ અને ગુજરાતના સાહિત્યજગતની પ્રવૃત્તિઓના વિવિધ પ્રવાહથી ફોન દ્વારા તેઓ સતત પરિચયમાં રહેતાં. એને લીધે હીરાબહેનનો ફોન સતત રોકાયેલો રહેતો. માંડીને વાત કરવાની એમની પ્રકૃતિને લીધે પણ તેમની સાથેનો ફોન ઠીક ઠીક સમય સુધી ચાલતો. એમનો ફોન આવે અને છેતે' શબ્દથી તેઓ કેટલીક વાર શરૂઆત કરતાં અને વચ્ચે પણ છે.તે', છેતે “એમ.કે' બોલવાની પણ એમને આદત હતી. એમના ઉચ્ચારનો જુદો જ લહેકો હતો. બધા દાંત પડાવ્યા પછી બત્રીસી આવી તે પછી હીરાબહેનના લહેકામાં થોડોક ફરક પડ્યો હતો, પરંતુ એમની ચેતનાની ઉષ્મા તો એવી જ અનુભવાતી. હીરાબહેનનો ફોન કોઈ કોઈ વાર તો કલાકનો સમય વટાવી જતો. અને એથી જ કંઈક કામ પ્રસંગે હરાબહેનને ફોન કરવાનો હોય અને ઉતાવળમાં હોઈએ તો મનમાં એમ થાય કે, “હમણાં ફોન કરવો નથી; વાત કરવાની મજા નહિ આવે.”
એક દિવસ હીરાબહેને પોતાની ચિંતા વ્યક્ત કરતાં અમને કહ્યું કે “થોડા દિવસથી કોઈકનો રોજ રાતના બેથી ત્રણ વાગ્યાની વચ્ચે ફોન આવે છે. હું ઊઠીને લઉં છું પણ સામેથી કોઈ બોલતું નથી. કોઈક સતાવતું લાગે છે. મેં કહ્યું, “તમે એક નુસખો અજમાવી જુઓ. રાત્રે દસેક વાગે સૂઈ જાવ ત્યારે રિસીવર નીચે મૂકીને સૂઈ જાવ, અને સવારે છ વાગે ઊઠો ત્યારે રિસીવર પાછું સરખું મૂકી દો. હીરાબહેને એકાદ મહિનો એ પ્રમાણે કરતાં અડદી રાતે આવતો ફોન બંધ થઈ ગયો હતો. પછીથી તો હીરાબહેને એવી ટેવ રાખી હતી કે કોઈનો પણ ફોન આવે કે તરત પોતે બોલતાં નહિ. સામેનો પરિચિત અવાજ હોય તો જ બોલવાનું ચાલુ કરે.
૩૮૮ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org