________________
પાઠકસાહેબને સંબોધીને વનવેલી છંદમાં કવિતારૂપે પત્રો લખવા ચાલુ કર્યા હતા. એમની એ રચનાઓએ ગુજરાતી સાહિત્યકારોનું સારું એવું ધ્યાન ખેંચ્યું હતું. એ પત્રો ગ્રંથરૂપે પ્રગટ થયા ત્યારે એ માટે હીરાબહેનને પારિતોષિકો પણ મળ્યાં હતાં. એ દિવસોમાં હીરાબહેનની સંવેદનશક્તિ એટલી ખીલી હતી કે તેઓ સાચાં કવયિત્રી બની ગયાં હતાં. પોતાના ઘરે જે કોઈ મળવા આવે તેને પોતાની નવી લખેલી પંક્તિઓ સંભળાવતાં. તેઓ વહેલી સવારે પાંચેક વાગે ઊઠી જતાં અને જાતે દૂધ લેવા જતાં. તે વખતે દૂધની લાઇનમાં ઊભાં ઊભાં તેઓ પરલોકે પત્રનાં કાવ્યોની પંક્તિઓની રચના કરતાં. સવારનું શાંત, મધુર, શીતલ વાતાવરણ એમને માટે ઘણું પ્રેરક બનતું.
હીરાબહેનનું પાઠકસાહેબ સાથેનું દામ્પત્યજીવન પ્રેમ અને બહુમાનપૂર્વકનું હતું. તેઓ પાઠકસાહેબમય બની ગયાં હતાં. પાઠકસાહેબના અવસાન પછી પણ તેઓ તેમને સતત યાદ કરતાં રહેતાં. હીરાબહેનને ઘરે ગયા હોઈએ અને કંઈ વાત નીકળે તો તેઓ ‘એ કહેતા કે...' એમ કહીને કેટલીય જૂની વાતોનું સ્મરણ તાજું
કરતાં.
હીરાબહેને પાઠકસાહેબના અવસાન પછી તરત જ એક દૃઢ સંકલ્પ એવો કર્યો હતો કે પાઠકસાહેબના નામની જે કંઈ રકમ છે તે તથા પાઠકસાહેબને એમના ગ્રંથોમાંથી જે કંઈ રોયલ્ટી મળે તે રકમમાંથી પોતાની અંગત જરૂરિયાત માટે કશું જ લેવું નહિ. પોતાનું ગુજરાન નોકરીના પગારમાંથી ચાલી રહે એમ હતું. એટલે પાઠકસાહેબની બધી રકમ સાહિત્યનાં કાર્યો માટે વાપરવાનો નિર્ણય કર્યો.
હીરાબહેનનો આ નિર્ણય ઘણો જ ઉદાર અને ઉદાત્ત હતો. પોતે કરકસરથી રહેતાં, પણ પાઠકસાહેબની રકમ પોતાના માટે વાપરતાં નહિ. પાઠકસાહેબની રકમમાંથી તેઓ ખાનગીમાં કેટલાક સાહિત્યકારને આર્થિક સહાય કરતાં. કેટલાંકને ગ્રંથપ્રકાશન માટે મદદ કરતાં અને છતાં એ બધી વાતોની કશી પ્રસિદ્ધિ ન થાય તેની ખેવના રાખતાં. ગુજરાતી સાહિત્ય પરિષદને પણ આ રીતે એમણે પાઠકસાહેબના નામની જમા થયેલી રકમમાંથી માતબર રકમનું દાન આપ્યું હતું.
પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેને સાહિત્યના ક્ષેત્રે કવિતા, વિવેચનલેખો, સંશોધન ઈત્યાદિ પ્રકારની લેખનપ્રવૃત્તિ ઠીક ઠીક કરી લીધી હતી. તેમણે રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક વગેરે પ્રાપ્ત કર્યા હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદના વિભાગીય પ્રમુખ તરીકે પણ તેમની વરણી થઈ હતી અને પરિષદના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે કેટલાંક વર્ષ માટે સારી સેવા આપી હતી. એ દિવસોમાં હીરાબહેન સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓમાં
સ્વ. હીરાબહેન પાઠક
૩૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org