________________
પણ ભલામણ કરીશ.' ઉમાશંકરે ઝાલાસાહેબને એ માટે ભલામણ કરી. આથી હીરાબહેને ઝાલાસાહેબના ઘરે સ્વાધ્યાય માટે નિયમિત જવાનું ચાલુ કર્યું. આ પ્રકારના અધ્યયનથી એમને મનની ઘણી શાંતિ મળી. પછી તો ઝાલાસાહેબ સાથે એમને ઘર જેવો સંબંધ થઈ ગયો. ઝાલાસાહેબના વિદ્યાર્થી તરીકે અને કૉલેજમાં સહ-અધ્યાપક તરીકે મારે પણ પિતાતુલ્ય એવા ઝાલાસાહેબના ઘરે ઘણી વાર જવાનું થતું. હીરાબહેન ત્યાં મળતાં. અમારી ઝેવિયર્સ કૉલેજની સંસ્કૃત વિષયની એક વિદ્યાર્થિની બહેન મીનળ વોરા એક કૉલેજમાં સંસ્કૃત વિષયની અધ્યાપિકા થઈ હતી. તે પણ ઝાલાસાહેબને મળવા આવતી. મીનળ પોતે મોટરકાર ચલાવે. એટલે મુંબઈના કોઈ સાહિત્યિક કાર્યક્રમમાં અમારે જવાનું હોય તો મીનળ અમને ત્રણેને લેવા આવે અને પાછાં ફરતાં ઘરે મૂકી જાય. અમારો સાહિત્યિક સંગાથ આ રીતે ઘણાં વર્ષો સુધી ચાલ્યો. ઝાલાસાહેબના અવસાન પછી પણ બહેન મીનળ અને હીરાબહેન વર્ષો સુધી સાથે જતાં-આવતાં રહેતાં.
પ્રો. ગૌરીપ્રસાદ ઝાલાના સ્વર્ગવાસ પછી એમની સ્મૃતિ રહે એ માટે કશુંક ક૨વું જોઈએ એવું એમના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોને લાગ્યું અને ઓછામાં ઓછું, ઝાલાસાહેબના લેખો ગ્રંથસ્થ થવા જોઈએ તેમજ એ માટે ફંડ એકઠું કરવું જોઈએ એવો નિર્ણય કરી પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા સ્મારક સમિતિ”ની અમે રચના કરી. એની કેટલીક બેઠકો હીરાબહેનના ઘરે યોજવામાં આવતી. ગૌરીપ્રસાદ ઝાલાના અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં લખાયેલાં તમામ લખાણો પ્રગટ થઈ ચૂક્યાં. તે પછી સ્મારક સમિતિનું કશું કામ ન રહેતાં એના વિસર્જન માટેની છેલ્લી બેઠક પણ હીરાબહેનના ઘરે રાખવામાં આવી હતી.
અમે એ દિવસોમાં ચોપાટી રહેતાં હતાં. એટલે પાંચેક મિનિટના અંતરે પગે ચાલીને હું અને મારાં પત્ની સાંજે હીરાબહેનને ઘણી વાર મળવા જતાં. ત્યારે અમારા કોઈને ઘરે ટેલિફોન નહોતો. હીરાબહેન ઘ૨માં છે કે નહિ તેની નીચેથી જ ખબર પડી જતી. તેઓ ઘ૨માં હોય તો તેમની ગૅલેરીની જાળી ખુલ્લી હોય અને લાઇટ ચાલુ હોય. પાઠકસાહેબને હીંચકાનો બહુ શોખ હતો અને તેમના ગયા પછી હીરાબહેને પણ હીંચકે બેસીને લખવા-વાંચવાનું ચાલુ રાખ્યું હતું.
હીરાબહેન સાંજના ચોપાટી બાજુ ફરવા નીકળે તો અમારે ઘરે આવી ચડતાં. તેમને ગાવાનું બહુ ગમે. અમારે ત્યાં આવે ત્યારે એકાદ-બે ગીત ગાયાં હોય. અમે કેટલીક વાર વિરાર પાસે આવેલા અગાશી તીર્થની યાત્રાએ જતાં. હીરાબહેન અમારી સાથે અગાશીની યાત્રાએ પણ આવતાં.
પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેને પરલોકે પત્ર' એ શીર્ષકથી
૩૮૬ * સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org