________________
મુનશીએ સ્થાપેલા ભારતીય વિદ્યા ભવનમાં કામ કરતા, એટલે પગે ચાલીને ત્યાં ત્રણ-ચાર મિનિટમાં પહોંચી શકતા. પાઠકસાહેબ મુંબઈના સાહિત્યજગતના, બળવંતરાય ઠાકોર અને કનૈયાલાલ મુનશીની જેમ, અગ્રગણ્ય સાહિત્યકાર, પંડિત યુગના છેલ્લા પ્રતિનિધિ જેવા હતા. તેથી પાઠકસાહેબના ઘરે સાહિત્યકારોની અને સાહિત્યરસિક લોકોની અવરજવર ઘણી રહેતી.
હીરાબહેન પાઠકસાહેબનું ખાવા-પીવા માટે ઘણું ધ્યાન રાખતા. ખરીદી માટે ખાદીનાં પહેરણ, ધોતિયું, પાયજામો ને ટોપી ખરીદવા ખાદી ભંડારમાં સાથે જતાં. હીરાબહેને પાઠકસાહેબને મળવા આવતા મુલાકાતીઓ ઉપર નિયંત્રણ ચાલુ કરી દીધું હતું. એ દિવસોમાં ટેલિફોન નહોતો એટલે મળવા આવનારા તો અચાનક જ આવી ચડ્યા હોય. પાઠકસાહેબને દરેકની સાથે નિરાંતે શાંતિથી વાત કરવાની ટેવ અને ‘તમે હવે જાવ' એવા શબ્દો તો એમના મુખમાંથી નીકળે જ નહિ. પરિણામે એમના ઘરે જ્યારે જઈએ ત્યારે ત્રણ-ચાર માણસો બેઠાં જ હોય. કોઈને અંગત વાત કરવી હોય તોપણ ફાવે નહિ મુલાકાતીઓની અવરજવર બહુ વધી ગઈ ત્યારે હીરાબહેને ઘરની બહાર મુલાકાતનો સમય લખીને બોર્ડ મૂકી દીધું. સવારના પાઠકસાહેબ પોતાના સ્વાધ્યાય અને લેખનમાં પ્રવૃત્ત હોય, બપોરે જમીને આરામ કરે એટલે મુલાકાતનો સમય બપોરે ચારથી સાતનો જાહેર કરી દીધો. પછી ગમે તેવી વ્યક્તિ આગળપાછળ મળવા જાય તો હીરાબહેન મુલાકાતીઓને બારણામાંથી જ વળાવી દેતાં. આમ કરવું એ એમના માટે જરૂરી હતું. તો જ પાઠકસાહેબ “બૃહદ્ પિંગળ' જેવો ગ્રંથ પૂરો કરી શક્યા. હીરાબહેનની આ વધારે પડતી ચીવટને કારણે કેટલાક સાહિત્યકારોને માઠું લાગતું અને પોતાનો કચવાટ માંહોમાંહે વ્યક્ત કરતાં. બે વડીલ સાહિત્યકારોને અંદરોઅંદર બોલતા એક વખત મેં સાંભળ્યા હતા કે, હીરાબહેન પાઠકસાહેબનું એટલું બધું ધ્યાન રાખે છે કે જાણે તેઓ તેમને અત્તરના હોજમાં નવડાવતાં ન હોય !” તો બીજા સાહિત્યકારે કહ્યું, “ભલેને અત્તરના હોજમાં નવડાવે. એમાં આપણું શું જાય છે? પરંતુ તેઓ નવડાવતાં નવડાવતાં અત્તરના હોજમાં ડુબાડી ન દે તો સારું !”
હૃદયરોગની બીમારી ચાલુ થયા પછી પાઠકસાહેબે નિયમિત ફરવાનું ચાલુ કર્યું હતું. તેઓ પોતાના ઘરેથી સાંજે કોઈ વાર હીરાબહેન સાથે તો કોઈ વાર એકલા ફરવા નીકળી જતા અને બાબુલનાથના વિસ્તારમાં એક-બે કિલોમીટર જેટલું ચાલીને પાછા આવતા. પાઠકસાહેબને ઘરની બહાર જવું બહુ ગમે, પરંતુ હૃદયરોગની બીમારી પછી મુંબઈમાં બહાર જવાની એટલી અનુકૂળતા નહોતી. મુંબઈમાં પણ જ્યાં દાદર ચડવાનો હોય તેવી ગ્યાએ તેઓ જવાનું નિવારતા. એ દિવસોમાં
૩૮૪ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org