________________
સાહિત્યના અધ્યયન-સંશોધનમાં જે ઊંડો રસ હતો એને લીધે જ તેઓ આટલી નિરાંતે વાત કરી શકતા. ગૃહિણી તરીકે હીરાબહેનની ઉતાવળ સમજી શકાય એવી હતી.
હીરાબહેનનો જન્મ ૧૯૧૬માં મુંબઈમાં થયેલો. એમના પિતાશ્રી કલ્યાણરાય મહેતા ચુસ્ત ગાંધીવાદી હતા. તેઓ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે રહેલા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' નામના ગ્રંથમાં પોતાના સાથીદાર તરીકે કલ્યાણરાયનો ઉલ્લેખ કર્યો છે. ગાંધીજી સાથે તેઓ કોઈ કોઈવાર ચાલીસ માઈલ જેટલું અંતર પગે ચાલ્યા છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈ આવીને સ્થાયી થયા હતા. તેઓ બાબુલનાથ પાસે રહેતા હતા. એ જ વિસ્તારમાં રહેતા સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયાએ મને ૧૯૫૨-૫૩માં હીરાબહેન પાઠકના પિતાશ્રી અને ગાંધીજીના સાથીદાર તરીકે કલ્યાણરાય મહેતાનો પરિચય કરાવેલો.
કલ્યાણરાય મહેતા રોજ સાંજે પોતાના ઘરેથી ચાલતા ફરવા નીકળતા અને છેક નરીમાન પોઈન્ટ સુધી જઈને પાછા આવતા. રોજ દસ-પંદર કિલોમીટર ચાલવાનો એમનો નિયમ હતો. તેઓ મરીનડ્રાઇવ પર મને ઘણી વાર મલતા અને પોતાના અનુભવોની વાત કરતા. તેઓ સ્વભાવે અત્યંત શાંત, પ્રસન્ન અને ઓછાબોલા હતા.
- હીરાબહેને મેટ્રિક થયા પછી મુંબઈની કર્યું એટલે હાલની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અભ્યાસ ચાલુ કર્યો હતો. ૧૯૩૬માં એમણે ગુજરાતી વિષય સાથે કર્વે યુનિવર્સિટીમાંથી જી.એ.ની ડિગ્રી મેળવી હતી. ૧૯૩૮માં હીરા કલ્યાણરાય મહેતાના નામથી એમણે “આપણું વિવેચનસાહિત્ય' એ નામનો શોધનિબંધ લખીને કર્વે યુનિવર્સિટીની પી.એ.ની ડિગ્રી મેળવી હતી, જે મુંબઈ યુનિવર્સિટીની લગભગ એમ.એ.ની ડિગ્રી જવી ગણાતી. એ શોધનિબંધ માટે એમના ગાઈડ રામનારાયણ વિશ્વનાથ પાઠક હતા. તેઓ કર્વે યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના અધ્યાપક હતા. રામનારાયણ પાઠક ત્યારે વિધૂર હતા. એકાવન-બાવન વર્ષની ત્યારે તેમની ઉંમર હતી. એમના માર્ગદર્શન હેઠળ બાવીસેક વર્ષનાં કુમારી હીરા મહેતા અધ્યયન કરતાં હતાં. આ શોધનિબંધને નિમિત્તે હીરાબહેનને રામનારાયણ પાઠકને વારંવાર મળવાનું થતું અને એને કારણે બંને વચ્ચે પરસ્પર સ્નેહાકર્ષણ થયું હતું. પોતાના કરતાં લગભગ ત્રીસ વર્ષ મોટા એવા રામનારાયણ પાઠક સાથે લગ્ન કરવાં એ સામાજિક દૃષ્ટિએ ખળભળાટ મચાવે એવી ઘટના હતી. વળી બંનેની જ્ઞાતિ જુદી હતી. રામનારાયણ પ્રશ્નોરા નાગર હતા અને હીરાબહેન કપોળ વણિક કુટુંબનાં હતાં. સાતેક
૩૮૨
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org