________________
કુવલયમાલાનો પુત્ર બને છે. આમ, આ પાંચ પાત્રોમાં ત્રણ પાત્રોને ગૌણ બનાવાયાં છે અને કુવલયચંદ્ર તથા કુવલયમાલા એ બંનેને મુખ્ય પાત્રો બનાવી, કથાનાં નાયક અને નાયિકા બનાવી તથા તેમની સાથે બાકીનાં પાત્રોની કથાને સાંકળી લઈ આ કથાની રચના કરવામાં આવી છે. એમ કરવામાં લેખકે પાત્રોની ભવાન્તરની કથા દ્વારા સારું કથાવૈવિધ્ય આપ્યું છે.
કથાવસ્તુમાં પાત્રોની દૃષ્ટિએ પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. એમાં રાજાઓ, રાણીઓ, મુનિભગવંતો, બ્રાહ્મણો, વેપારીઓ, વિદ્યાધરો, તાપસો, સાર્થવાહો, મ્લેચ્છો, ધાતુવાદીઓ, વેતાલો, યક્ષો, દેવો, રાક્ષસો, બાલિકાઓ, છાત્રો, ગણધરો, વિહરમાન જિનેશ્વરો, વનકન્યાઓ, શબરી વગેરે ભિન્નભિન્ન પ્રકારનાં પાત્રો છે. ઘટનાની દૃષ્ટિએ પણ એમાં સારું વૈવિધ્ય નજરે પડે છે. દુમન રાજ્ય પર ચડાઈ, દેવીની ઉપાસના, અપહરણ, અશ્વક્રીડા, સિંહનું અનશન, આત્મહત્યા, ભાઈ-બહેનની હત્યા, ચિતાપ્રવેશ, કૂવામાં પતન, મિત્રવંચના, સમુદ્રગમન, વહાણનો વિનાશ, પિશાચોનો વાર્તાવિનોદ, રાજાની રાત્રિચર્યા, જલક્રીડા, વચન માટે પ્રાણત્યાગ, ગાંડા હાથીને વશ કરવો, સ્મશાનમાં શબ સાથે રહેવું. શિરચ્છેદ, ખન્યવાદ, ગરુડ પક્ષીનો વૈરાગ્ય વગેરે વિવિધ પ્રકારની ઘટનાઓ આ કથામાં બનતી આલેખાઈ છે. અટવી, નગરી, ઉદ્યાન, પર્વત, પલ્લી, સ્મશાન, ચૌટું, વૃક્ષકોટર, ખેતર, વાપિકા, અરણ્ય, સરોવર, નદી, સમુદ્ર, આકાશ, મહાવિદેહક્ષેત્ર, દેવલોક, નારકી વગેરે ભિન્નભિન્ન પ્રકારનાં સ્થળોમાં આ બધી ઘટનાઓ બને છે. એ દૃષ્ટિએ સ્થળનૈવિધ્ય પણ આ કથામાં સારું જોવા મળે
આમ આ કથામાં પાત્ર, ઘટના, ઇત્યાદિની દૃષ્ટિએ કર્તાએ સારી વિવિધતા આણીને કથાને રોચક અને રસિક બનાવવા પ્રયત્ન કર્યો છે. મુખ્ય કથા અને અવાંતર કથાઓની પરસ્પર ગૂંથણીમાં પણ કર્તાએ અસાધારણ શક્તિ દર્શાવી છે. વાચકને ઉત્તરોત્તર ઔસ્ક્ય થાય એ રીતે કથાની સંકલના કરવામાં આવી છે.
કથાનો આરંભ કરીને કર્તા તરત જ કથાને ભૂતકાળમાં લઈ જાય છે અને ઘણાં પ્રકરણ પછી તેને કથાના વર્તમાન સમય સાથે સાંકળી લઈ ભવિષ્યમાં ગતિ કરાવે છે. કથાનો અંત જૈન કથાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે તેવો, પાંચે પાત્રોની મોક્ષગતિનો છે.
ગ્રંથનું નામ લેખકે કથાની નાયિકા કુવલયમાલાના નામ પરથી આપ્યું છે. આવી રીતે નાયક કે નાયિકાના, વિશેષતઃ નાયિકાના નામ પરથી કથાનું નામ આપવાની પ્રણાલિકા કવિઓમાં પ્રાચીન સમયથી રૂઢ થયેલી છે. બાણની કાદંબરી'માં જેમ નાયિકા કાદંબરીનો પ્રવેશ મોડો કરાયો છે તેમ આ કથામાં નાયિકા
કુવલયમાલા
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org