________________
અને કુવલયમાલા દીક્ષા લે છે. ત્યાર પછી કેટલેક સમયે પૃથ્વીસાર પણ દીક્ષા લે છે. તેઓ કાળધર્મ પામી `રીથી દેવ બને છે. સાગરદત્ત મુનિ અને સિંહ પણ દેવ બને છે. એ રીતે એ પાંચે ફરીથી દેવલોકમાં દેવ થઈ પોતાનો કાળ સુખમાં ૫સાર કરે છે.
ત્યાર પછી છેલ્લા તીર્થંકર શ્રીમહાવીરસ્વામીના સમયમાં કુવલયચંદ્રદેવનો જીવ કામંદી નગરીમાં કંચનરથ રાજાનો શિકાર-વ્યસની પુત્ર મણિ૨થકુમાર થાય છે. કંચનરથ રાજાની વિનંતીથી મહાવીર પ્રભુ એના એક પૂર્વભવની વાત કહે છે, જે સાંભળી વૈરાગ્ય પામેલો મણિરથકુમાર પ્રભુ પાસે દીક્ષા લે છે. મોહદત્તદેવનો જીવ રણગજેન્દ્રનો પુત્ર કામગજેન્દ્ર બને છે. તે પોતાને થયેલા અનુભવની સત્યતા મહાવી૨ પ્રભુ પાસેથી જાણીને દીક્ષા લે છે. લોભદેવનો જીવ દેવલોકમાંથી આવી ઋષભપુર નગરના રાજા ચંદ્રગુપ્તનો પુત્ર વજ્રગુપ્ત થાય છે. પ્રાભાતિકના શબ્દથી પ્રતિબોધ પામી મહાવીર પ્રભુ પાસે એ દીક્ષા લે છે. ચંડસોમનો જીવ દેવલોકમાંથી આવી યશદેવ નામના બ્રાહ્મણનો સ્વયંભૂદેવ નામનો પુત્ર થાય છે અને ગરુડ પક્ષીના વૃત્તાન્તથી પ્રતિબોધ પામી મહાવીર પ્રભુ પાસે આવી દીક્ષા લે છે. માયાદિત્યદેવનો જીવ રાગૃહ નગરમાં શ્રેણિક રાજાનો પુત્ર મહારથ થાય છે. પોતાના સ્વપ્નનો ખુલાસો મહાવીર પ્રભુ પાસેથી સાંભળી વૈરાગ્ય થતાં તે દીક્ષા લે છે. અંતમાં, એ પાંચે અંતિમ સાધના કરી અંતકૃત કેવલી થઈ મોક્ષે જાય છે.
‘કુવલયમાલા’ની કથા એટલે મુખ્યત્વે મોહનીય કર્મની કથા. મોહનીય કર્મ એટલે રાગ અને દ્વેષ. તેમાં પણ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો અત્યંત બળવાન અને દુર્રેય હોય છે. એને જે જીતે અને રાગદ્વેષથી મુક્ત થાય તે જ અંતે મોક્ષગતિને પામી શકે.
‘કુવલયમાલા’ની કથા એટલે જન્મજન્માંતરની કથા. જૈન કથાની એ વિશેષતા હોય છે, કારણ કે કર્મનો સિદ્ધાન્ત એમાં પ્રધાનપણે અંતર્ગત રહેલો હોય છે. ‘કુવલયમાલા’ની કથા એટલે પાંચ ભવની કથા (કુમાર કુવલયચંદ્રની તો કુલ છ ભવની કથા છે). કર્તાએ માન માટે માનભટ્ટ, ક્રોધ માટે ચંડસોમ, માયા માટે માયાદિત્ય, લોભ માટે લોભદેવ અને મોહ માટે મોહદત્ત એવાં રૂપકશૈલીનાં નામો પાત્રો માટે પ્રયોજીને કથાની રચના કરી છે.
કર્તાએ દરેકની પાંચ ભવની કથામાંથી બરાબર વચલા ભવની કથાને વ્યાપક બનાવી છે અને ત્યાંથી કથાનો આરંભ કર્યો છે. લોભદેવનો જીવ સાગરદત્ત મુનિ બને છે. ચંડસોમદેવનો જીવ સિંહ બને છે. માનભટ્ટદેવનો જીવ કુવલયચંદ્ર બને છે. માયાદિત્યદેવનો જીવ કુવલયમાલા બને છે અને મોહદત્તદેવનો જીવ
૮ * સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org