________________
ઉપાસનાથી પુત્ર કુવલયચંદ્રની પ્રાપ્તિ થાય છે. સર્વકલાગુણસંપન્ન એ કુમાર સાથે રાજા એક દિવસ અચૂકીડા માટે જાય છે ત્યારે કુમારનું અશ્વ સાથે દિવ્યહરણ થાય છે. આકાશમાર્ગે જતાં જતાં કુમાર અશ્વના પેટમાં છરી ભોંકે છે. એથી અશ્વ સાથે તે નીચે આવે છે. તે સમયે કોઈક અદશ્ય અવાજ એને કહે છે: “કુમાર કુવલયચંદ્ર, દક્ષિણ દિશામાં એક ગાઉ દૂર જા, ત્યાં કોઈ વખત ન જોયેલું એવું કંઈક તારે જોવાનું છે.' કુમાર ત્યાં ગયો. ત્યાં એણે એક સાગરદત્ત મુનિવરને જોયા. તે સિંહને સંલેખના કરાવતા હતા. અશ્વ સાથે થયેલા પોતાના હરણ વિશે પૂછતાં મુનિવરે એક વૃત્તાન્ત કહ્યો. તે વૃત્તાન્ત પ્રમાણે એક વખત કૌશાંબી નગરીના પુરંદરદત્ત રાજા પોતાના મંત્રી સાથે ઉદ્યાનમાં જાય છે. ત્યાં આચાર્ય ધર્મનંદન ચાર ગતિ સ્વરૂપ સંસાર વિશે પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા છે. રાજા ત્યાં બેઠેલા કેટલાક દીક્ષિતો – ચંડસોમ, માનભટ્ટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્ત વિશે પ્રશ્ન કરે છે અને ધર્મનંદન આચાર્ય તેમના વૃત્તાન્તો જણાવે છે.
ધર્મનંદન મુનિવર ત્યાંથી વિહાર કરીને જાય છે. ચંડસોમ વગેરે પાંચે પરસ્પર ધર્માનુરાગવાળા દીક્ષિતો કાળધર્મ પામી એક જ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને પરસ્પર ધર્મબોધ કરવાનો સંકેત કરે છે. ત્યાર પછી એક વખતે ધર્મનાથ તીર્થંકર દક્ષિણ ભરતખંડના મધ્ય ભાગમાં વિચારી રહ્યા હતા ત્યારે દેવતાઓએ સમવસરણની રચના કરી. એમાં આવેલા આ પાંચે દેવો પોતાના ભાવિ કલ્યાણ વિશે ધર્મનાથ જિનેશ્વરને પ્રશ્ન પૂછે છે.
ત્યાર પછી તેમાંથી પાપ્રભદેવ ઍવીને મનુષ્યલોકમાં સાગરદત્ત વેપારી બને છે અને પછી દીક્ષા લઈ સાગરદત્ત મુનિ બને છે. એ સાગરદત્ત મુનિ તેઓ પોતે છે. તેઓ કુવલયચંદ્રને આ બધો વૃત્તાન્ત કહી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે માનભટ્ટનો જીવ કુલયચંદ્રકુમાર પોતે છે અને માયાદિત્યનો જીવ દેવલોકમાંથી ઍવી દક્ષિણ દેશના રાજની પુત્રી કુમારી કુવલયમાલા તરીકે અવતર્યો છે. તેને પ્રતિબોધ પમાડવાના હેતુથી કુવલયચંદ્રકુમાર ત્યાંથી જ દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે. માર્ગમાં યક્ષ જિનશેખર, વનસુંદરી એણિકા, રાજપુત્ર દર્પફલિહ વગેરેના વૃત્તાન્તો જાણે છે. પછી દક્ષિણ દેશમાં વિજયાનગરી જઈ, પાદપૂર્તિ કરી કુમાર કુવલયમાલાને પરણે છે. તેને સાથે લઈ સ્વદેશ પાછો ફરે છે. માર્ગમાં ભાનુકુમાર મુનિનાં દર્શન કરી સંસાર ના ચિત્રપટનો વૃત્તાન્ત જાણે છે.
કુવલચંદ્રના આગમન પછી દઢવર્મ રાજા દીક્ષા લે છે. કુવલયમાલા કુંવરને જન્મ આપે છે. પૂર્વભવનો મોહદત્તનો જીવ પધકેસર દેવ થયા પછી આ કુંવર તરીકે અવતરે છે. એનું નામ પૃથ્વીરાર રાખવામાં આવે છે. સમય જતાં કુવલયચંદ્રકુમાર
કુવલયમાલા * ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org