________________
કથાની ભાષા અંગે નિર્દેશ કરતાં કવિ ગ્રંથના આરંભમાં ૭મી કંડિકામાં કથા શરૂ કરતાં પહેલાં જણાવે છે કે તાપસો અને જિનસમુદાય જેનો વ્યવહાર કરે છે તે પ્રાકૃત ભાષામાં, મહારાષ્ટ્રી તથા દેશી ભાષામાં પોતે આખી કથાની રચના કરેલી છે. વળી કોઈક સ્થળે કુતૂહલથી તથા કોઈક સ્થળે પરવચનવશથી સંસ્કૃત ભાષામાં, અપભ્રંશમાં, દ્રાવિડમાં કે પૈશાચી ભાષામાં પણ રચના કરવામાં આવી છે.
पाइय-भासा रइया मरहठ्य देसि-वण्णय-णिबद्धा।। सुद्धा सयल कह च्चिय तावस-जिण-सत्य-वाहिल्ला ॥ कोऊहलेण कत्यइ पर-वयण-वसेण सक्कय-णिबद्धा ।
किंचि अवब्भंस-कया दाविय-पेसाय-भासिल्ला ॥ આ કથાને કવિ સર્વગુણયુક્ત, શૃંગાર રસથી મનોહર, સુરચિત અંગવાળી અને સર્વ કલાગમથી સુભગ એવી સંકીર્ણ કથા તરીકે ઓળખાવે છે. વળી અન્ય રીતે કથાના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમકે ધર્મકથા, અર્થકથા અને કામકથા. જે કથા આ ત્રણે વર્ગને સાધી આપનારી હોય તેને સંકીર્ણકથા કહેવાય છે. કુવલયમાલામાં પણ ધર્મકથા ઉપરાંત કામ અને અર્થની કથા આવતી હોવાથી તેને સંકીર્ણકથા તરીકે કર્તાએ ઓળખાવી છે. વળી, જે અર્થમાં કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે ‘સમરાઈકહાને સકલકથા તરીકે ઓળખાવી છે, તે અર્થમાં કુવલયમાલા”ની કથાને પણ સકલકથા તરીકે ઓળખાવી શકાય છે. આ કથા ગદ્ય અને પદ્યમાં વીગતપ્રચૂર વર્ણનો તથા વિવિધ રસોના આલેખન સાથે રચવામાં આવી છે અને તેથી સ્વરૂપની દૃષ્ટિએ આ કૃતિને ચમ્મુ કાવ્યના પ્રકારની કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કુવલયમાલા'ની કથાની રચનામાં કર્તાએ પોતાની અસાધારણ શક્તિ દાખવી છે. આ આખીયે કથા ઉત્પાદ્ય એટલે કે મૌલિક પ્રકારની, કતએ પોતાની કલ્પનાથી સર્જેલી છે. એમાં એક મુખ્યકથાની અંદર બીજી ઘણી અવાંતર કથાઓ આવે છે. એમાંની કેટલીક અવાંતર કથાઓ તો મુખ્ય પાત્રોના જન્માંતરની કથારૂપે આવે છે. આ બધી કથાઓનું પૌવપર્ય કર્તાએ એવી ખૂબીથી ગોઠવી કાઢ્યું છે કે તેથી તે દરેક અવાંતર કથા સ્વતંત્ર રીતે પણ આસ્વાદ્ય બની શકી છે. એવી કેટલીક કથાનું પૌવપર્ય તો જેમ જેમ કથા આપણે આગળ વાંચતાં જઈએ તેમ તેમ સ્પષ્ટ થતું જાય છે. કથાવસ્તુ અને સંકલનાની દૃષ્ટિએ ઔસ્ક્ય, વૈવિધ્ય, વ્યવસ્થિતા, સંવાદિતા, ઔચિત્ય, સુશ્લિષ્ટતા વગેરે ગુણલક્ષણો આ કથાની રચનામાં જોવા મળે છે.
અયોધ્યા નગરીના દઢવ” રાજા અને પ્રિયંગુઠ્યામાં રાખીને દેવીની
૬ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org