________________
કુવલયમાલાનો પ્રવેશ પણ મોડો થાય છે. કથાના અંત ભાગમાં પાંચે પાત્રોની અંતિમ આરાધના સપ્રયોજન ઘણી વિગતે અપાઈ છે અને એથી ત્યાં કથાપ્રવાહ સ્થગિત થઈ જતો લાગે છે. પરંતુ કથાને સમેટી લેવાની કથાકારની ઉતાવળ તો તેથી પણ પૂર્વે મહારથકુમારની કથામાં જોઈ શકાય છે. દરેક પાત્રની કથાને વિસ્તારથી અવાંતર કથાઓ સાથે વર્ણવવામાં આવી છે, પરંતુ મહારથકુમારની કથા તદ્દન સીધી, સરળ અને માત્ર બે ટૂંકી કંડિકા જેટલા સંક્ષેપમાં રજૂ કરવામાં આવી છે. એવું પણ કદાચ બન્યું હોય કે કર્તાએ આ કથા વિસ્તારથી આલેખી હોય, પરંતુ સમય જતાં તે હસ્તપ્રતોમાંથી લુપ્ત થઈ હોય.) મુખ્ય કથાનો પ્રવાહ ઘણા વળાંક લઈ ક્યાંથી ક્યાં આગળ વધતો જતો હોય છે. એટલે એ લેખકને સ્પષ્ટ હોય તેટલો વાચકને ન હોય એ સ્વાભાવિક છે. એમાં કર્તા એવી રીતે વાચકને કથાના પ્રવાહમાં ઘસડી જાય છે કે અચાનક વચ્ચે તેને છોડી દેવાયો હોય તો તે ગાઢ વનમાં ભૂલા પડેલા પથિક જેવી સ્થિતિ અનુભવે.
ચમ્પ સ્વરૂપની આ પ્રતિમાં વર્ણનો વિવિધ પ્રકારનાં જોવા મળે છે. સ્ત્રીઓ. પુરુષો, નગરીઓ, અટવીઓ, પર્વતો, સમુદ્રનાં તોફાનો, દુષ્કાળ, રાત્રિ, સંધ્યા, પ્રભાત,
ઋતુઓ, દેવલોક, મુનિઓ, નારકી, તિર્યંચગતિનાં દુઃખો, આકાશમાર્ગમાંથી પૃથ્વીલોક, અંતપુર, શબરો, વિદ્યાધરો, છાત્રાલય, હાથી, ઘોડા, વાઘણ, પોપટ, વૃક્ષો, કર્ણપૂરક સાથે જલક્રીડા વગેરે ઘણી વસ્તુઓનાં વિગતે વર્ણન કવિએ જુદી જુદી કથાઓના સંદર્ભમાં કર્યા છે. ક્યારેક સમાસયુક્ત તો ક્યારેક સરળ ભાષામાં, ક્યારેક શ્લેષાત્મક તો ક્યારેક રૂપક શૈલીથી, ક્યારેક ઉપમાઓની હારમાળા વડે તો ક્યારેક અવનવી ઉઝેક્ષાઓ વડે કર્તાએ વર્ણનો કર્યા છે. નારીજાતિની ઉપમાઓ વડે દુકાનોની હારનું કવિએ કરેલું વર્ણન જુઓ :
‘એ નગરીના દુકાનમાર્ગોમાં કેટલીક દુકાનોની હાર જાણે ચતુર કામીજનોની લીલાની જેમ કેસર, કપૂર, અગર, કસ્તુરી, સુગંધી, પટવાસની ગોઠવણીવાળી છે. કેટલીક વળી કિનારા પરની વનરાજિ હોય તેમ એલચી, લવિંગ, કંકોલના ઢગલાઓ જેના મધ્યભાગમાં છે એવી છે. બીજી કેટલીક દુકાનોની હાર શેઠની પુત્રીની માફક મોતી, રત્ન, સુવર્ણથી ઉજ્વળ છે. કેટલીક નેતરની દુકાનો કુલટા સ્ત્રીઓની જેમ પરપુરુષને દેખવા માટે તામ્રવર્ણી, શ્યામ, ઉજ્જવલ અણિયાળી બે આંખો પ્રસારી છે એવી છે. બીજી કેટલીક ખલપુરુષની ગોષ્ઠીમંડળી જેવી બહુવિધ વ્યસનો (શ્લેષથી બીજો અર્થ વસ્ત્રો)થી ભરેલી છે. કેટલીક ગ્રામયુવતીઓ જેવી પિત્તળના ચળકાટવાળી, શંખનાં બલોયાં તથા કાચમણિની શોભાવાળી અને જેના મુખમાંથી કચૂરોની દુર્ગધ નીકળે છે એવી છે. બીજી કેટલીક રણભૂમિ જેવી છે, જેમાં બાણ, ધનુષ્ય, તરવાર,
૧૦ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org