________________
ન તેમને વાઇસ ચાન્સેલરનું પદ મળ્યું કે ન પોતાના હોદ્દા માટે એક્સટેન્શન મળ્યું આટલું તો ઠીક પરંતુ યુનિવર્સિટીના કાવાદાવાને કારણે તેમના ઉપર બીજા કેટલાક વરિષ્ઠ અધ્યાપકો દ્વારા મૌખિક અને અનૌપચારિક રીતે સાવ ક્ષુલ્લક આક્ષેપો પણ થયા. પરંતુ આનો આઘાત ડૉ. સાંડેસરાને ઘણો લાગ્યો. તે એટલી હદ સુધી કે તેમણે થોડો સમય માનસિક સ્વસ્થતા ગુમાવી હતી. એ દિવસોમાં એક વખત તેઓ મુંબઈ આવ્યા અને સવારે અગિયાર વાગે મારા ઘરે આવી ચઢ્યા. તેમની માનસિક અસ્વસ્થાની મને કશી જ ખબર નહિ. અજાણી વ્યક્તિને તો તેનો કશો જ ખ્યાલ ન આવે. તેમના બોલવામાં કોઈ અસંબદ્ધતા નહોતી. ખાવાપીવામાં કે હરવાફરવામાં પણ કંઈ ફરક નહોતો. મારા ઘરે તેઓ આવ્યા. જમ્યા અને લગભગ ચારેક વાગ્યા સુધી બેઠા. તેઓ સતત બોલતા જ રહેતા. અને તેમાં પોતાની યુનિવર્સિટીની જ વાતો કરતા રહેતા. જે કોઈ વ્યક્તિઓને હું ઓળખું પણ નહિ એવી વ્યક્તિઓ પોતાની યુનિવર્સિટીમાં શું શું કરે છે એના વિશે તેમાં સતત કહેતા રહ્યા. મને આશ્ચર્ય થયું કે જે વાત સાથે કે જે વ્યક્તિ સાથે મને કશી જ નિસ્બત નથી તેમના વિશે આટલી બધી માંડીને વાત તેઓ કેમ કરે છે ? હું વિષયાંતર કરવા જાઉં તો તેઓ મારી વાત જરા પણ સાંભળે નહિ. વાત કરતાં તેમના અવાજમાં ઉગ્રતા આવી જતી અને ત્યારે તેઓ મારો હાથ જોરથી દબાવીને વાત કરતા. કોઈ વખત બહુ આવેગમાં આવીને ટિપોઈ ઉપર જોરથી હાથ પછાડતા. તેઓ કલાકને બદલે ચારેક કલાક મારા ઘરે બેઠા એથી જ મને કંઈક વિચિત્ર લાગ્યું. તેમાં વળી એમનો અવાજ અને ઉશ્કેરાટ પણ અસ્વાભાવિક લાગ્યા. અલબત્ત, તેમના વિચારોમાં કે અભિવ્યક્તિમાં અસંબદ્ધતા નહોતી. ચારેક વાગ્યે તેઓ ઊભા થયા. ત્યારે મને કંઈક રાહત લાગી પણ ત્યાં તો તેમણે મને કહ્યું, ‘રમણભાઈ, તમે તૈયાર થઈ જાવ. આપણે અહીંથી ભારતીય વિદ્યાભવનમાં જવું છે. ત્યાં “નવનીત-સમર્પણ'ના તંત્રી ઘનશ્યામ દેસાઈને મળવું છે.” હું તૈયાર થઈ ગયો અને ભારતીય વિદ્યાભવનમાં પહોંચ્યા. ડૉ. સાંડેસરાને આવેલા જોઈને શ્રી ઘનશ્યામ દેસાઈ માનપૂર્વક ઊભા થઈ ગયા અને સરસ આવકાર આપ્યો. અમે બેઠા. ડો. સાંડેસરાએ માંડીને વાત કરી. તેઓ સતત બોલતા જ રહ્યા, પરંતુ તેમાં એક મુખ્ય વાત હતી. તેમણે ઘનશ્યામ દેસાઈને કહ્યું કે, પ્રાચ્ય વિદ્યા મંદિરમાં મારા નામે આવતું “નવનીત-સમર્પણ' હું ઘરે લઈ ગયો છું અને તેના જૂના અંકો મેં પસ્તીમાં વેચી નાખ્યા છે આવો આરોપ મારા ઉપર કરવામાં આવ્યો છે. પરંતુ તમે મને “નવનીત-સમર્પણ'ના અંકો જે મોકલતા હતા તે તો મારા અંગત સંબંધને કારણે ભેટ તરીકે મોકલતા હતા, નહિ કે પ્રાપ્ય વિદ્યા મંદિરને માટે. અંકના રેપર ઉપર મારું જ નામ લખાતું. છતાં આવો આક્ષેપ
૩૭૮ કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org