________________
કેટલાંક વર્ષ પહેલાં અમારા શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી ડો. સાંડેસરાનાં ત્રણ વ્યાખ્યાનો ગોઠવવામાં આવ્યાં હતાં. એ વખતે ડૉ. સાંડેસરા મારા ઘરે ઊતર્યા હતા. એમની સરળ પ્રકૃતિનો ઘરમાં સૌને અનુભવ થયો હતો. તેઓ ઘરમાં એકલા પડે ત્યારે તરત પુસ્તક વાંચવા બેસી જતા. પોતાની પિત્ત પ્રકૃતિને કારણે ડૉ. સાંડેસરાને મરચાં વગરની મોળી રસોઈ જોઈતી. તેઓ એ બાબતમાં બહુ ચીવટવાળા હતા અને
જ્યાં પણ જમવા જવાનું હોય ત્યાં અગાઉથી પોતાની મરચાં વગરની રસોઈ માટે સ્પષ્ટ સૂચના લખી દેતા. અમને પણ એ રીતે સૂચના અગાઉથી લખી હતી. એક વખત દિલ્હી યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપકના ઈન્ટરવ્યુ માટે પસંદગી સમિતિમાં અમે સાથે હતા. તે વખતે પણ અમારે જેમને ત્યાં જમવા જવાનું હતું તેમને ડો. સાંડેસરાએ અગાઉથી પત્ર લખીને પોતાની રસોઈ અંગે સૂચના આપી દીધી હતી.
ડૉ. સાંડેસરાને ભોજન પછી અડધો કલાક આડા પડવાની ટેવ હતી. જો તેમ ન કરે તો તેમની આંખો બળવા લાગતી. એક વખત મુંબઈમાં તેઓ મારા ઘરે જમવા આવ્યા હતા. ત્યારે બીજા મહેમાનો પણ જમનાર હતા. જમ્યા પછી બધા વાતોએ વળગ્યા. એમ કરતાં અડધા કલાક કરતાં વધુ સમય થઈ ગયો. ડૉ. સાંડેસરાએ તરત ઊભા થઈને મને કહ્યું, “રમણભાઈ, હવે આંખો બળવા લાગી છે. તમે બધા વાતો કરો. હું અડધો કલાક આડો પડી લઉં.’
એવી એક માન્યતા છે કે જે લેખકો વાંચન-લેખન માટે ઘણો પરિશ્રમ કરતા હોય અને સતત ચિંતન કરતા રહેતા હોય તેવા લેખકોને જ્ઞાનતંતુઓની નબળાઈને કારણે બીજા માણસ કરતાં વધુ ઠંડી લાગે. આ માન્યતા સાચી હોય કે ન હોય, પરંતુ પંડિતયુગમાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું ઉદાહરણ તેમના જમાનામાં જાણીતું હતું. આપણા સમદર્શી વિવેચક સ્વ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને પણ ઘણી ઠંડી લાગતી અને તેઓ એ બાબતમાં ઘણી કાળજી રાખતા. ડૉ. ભોગીલાલ સાંડેસરા પણ ગળામાં હંમેશાં મફલર વીંટાળીને ફરતા. કોઈક વાર તો ભર ઉનાળામાં પણ તેમને ગળે મફલર હોય. તે માટે તેઓ સંકોચ અનુભવતા નહિ. કોઈક મજાક કરે ત્યારે તેઓ અંગ્રેજીમાં પ્રશ્ન કરતા, “Tell me whether there is anything illegal about it?"
ડો. સાંડેસરાના જીવનમાં એક ઘટના આઘાત થાય તેવી બની હતી. તેઓ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા. તેમણે માન્યું હતું કે તેમનું કાર્ય, સ્વાથ્ય અને પ્રતિષ્ઠા જોતાં તેમને યુનિવર્સિટીમાં બે-ત્રણ વર્ષ માટે એક્સટેન્શન મળશે. તેઓ યુનિવર્સિટીની સિન્ડિકેટમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા એટલે પોતાને યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરનું કે પ્રો. વાઇસ ચાન્સેલરનું પદ મળે એવી ધારણા પણ કદાચ હશે. પરંતુ,
ડૉ. ભોગીલાલ સાંડેસરા
૩૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org