________________
સૂઝ આવી ગઈ હતી.”
એમ. એસ. યુનિવર્સિટીના પરીક્ષકોની બેઠકમાં આ મારો પહેલો અનુબવ હતો. પરંતુ તે જ વખતે ડૉ. સાંડેસરાએ બધાની વચ્ચે કહ્યું કે “રમણભાઈએ તો આ વખતે છેલ્લી ઘડીએ આપેલું આપણું નિમંત્રણ સ્વીકાર્યું છે. પરંતુ હવે એમને મારી આજ્ઞા છે કે આપણી યુનિવર્સિટીની પરીક્ષાનું કામ હું નિવૃત્ત થાઉં ત્યાં સુધી સ્વીકારે. ડૉ. સાંડેસરા સાથે આ રીતે તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી પરીક્ષક તરીકે મારે કામ કરવું પડ્યું. એમની નિવૃત્તિ પછીના વર્ષે પણ નિયમ મુજબ યુનિવર્સિટીનું નિમંત્રણ આવ્યું. પરંતુ મેં તેનો અસ્વીકાર કર્યો. તે વખતે ડૉ. સુરેશ જોશીનો મારા પર પત્ર આવ્યો કે પોતાની યુનિવર્સિટીમાં એમ.એ.ની પરીક્ષાનું કામ તેઓ પહેલી વખત સ્વીકારે છે અને પરીક્ષકોના કન્વીનર તરીકે સ્થાનિક અધ્યાપક તરીકે પોતાની જવાબદારી છે. એટલે મારે ઓછામાં ઓછું એક વર્ષ તેમની સાથે પરીક્ષાનું કામ કરવું. ડૉ. સુરેશ જોશીના આગ્રહને વશ થઈ વધુ એક વર્ષ માટે એમ. એસ. યુનિવર્સિટીના પરીક્ષક તરીકે મેં કામ કર્યું અને પછી કાયમ માટે છોડી દીધું.
ડો. સાંડેસરાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષા અને સાહિત્યનો રસ એટલો બધો હતો કે તેમણે ઘણા ગ્રંથોનું ઝીણવટપૂર્વક અધ્યયન કર્યું હતું. તેમને સેંકડો શ્લોક કંઠસ્થ હતા. વાતચીતમાં તેઓ તરેહતરેહના શ્લોક ટાંકતા. એવું નહોતું કે તેમણે માત્ર સાહિત્યના શાસ્ત્રીય ગ્રંથોનું જ અધ્યયન કર્યું હતું. ધર્મ, તત્ત્વજ્ઞાન, પુરાણ, આયુર્વેદ, જ્યોતિષ વગેરે ઈતર શાસ્ત્રોનું પણ ઠીક ઠીક અધ્યયન કર્યું હતું અને કેટલીક વાર તો તેઓ એવા ગ્રંથોમાંથી હળવાં અવતરણો ટાંકતા કે વાતચીત દરમિયાન વાતાવરણ હળવું બની જતું. મુંબઈ યુનિવર્સિટીમાં એમણે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં “શબ્દ અને અર્થ' વિષય ઉપર પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. એમાં ઘણાં રસિક દાંતો ટાંક્યાં હતાં.
ડૉ. સાંડેસરા અતિથિવત્સલ હતા. યુનિવર્સિટીના કામકાજ માટે પોતે જ્યારે યુનિવર્સિટી તરફથી નિમંત્રણ આપ્યું હોય ત્યારે તેઓ પોતાના ઘરે ઊતરવા માટે આગ્રહ કરતા. જમવા માટે તો અચૂક એમને ઘરે જવાનું રહેતું. આ રીતે ડો. સાંડેસરાનું આતિથ્ય ઘણી વાર મેં માર્યું છે. તેઓ પ્રાચ્ય વિદ્યા મંદિરના ડાયરેક્ટર હોવા છતાં પોતાના વ્યવહારમાં ક્યારેય પોતાના ઉચ્ચ પદનો ભાર લાગવા દેતા નહિ. બહુ સરળતાથી વાત કરે અને એમના ઘરે હોઈએ ત્યારે આપણી બધી જ સગવડોનું ચીવટપૂર્વક ધ્યાન રાખે. વડોદરા હું એક દિવસ માટે પણ ગયો હોઉં ત્યારે મારો સમય નિરર્થક વેડફાય નહિ અને નીરસ ન બને એ માટે તેઓ આખા દિવસના કાર્યક્રમનું ઝીણવટથી ધ્યાન રાખતા.
૩૭૬ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org