________________
ન્યૂયોર્કના રોકફેલર ફાઉન્ડેશન તરફથી એમને નિમંત્રણ મળ્યું હતું. એ વખતે એમણે પૃથ્વીની પ્રદક્ષિણા' નામનું પોતાના અનુભવનું પુસ્તક લખ્યું હતું.
કેટલાંક વર્ષ પછી ડૉ. સાંડેસરાએ પ્રાચ્ય વિદ્યા મંદિરના ડાયરેક્ટરનો હોદ્દો પણ મળ્યો. એમણે હરગોવિંદદાસ કાંટાવાળાની બંધ પડેલી ગ્રંથશ્રેણી ચાલુ કરી અને “સ્વાધ્યાય' સામયિક પણ શરૂ કર્યું. એમાં એમને ડૉ. સોમાભાઈ પારેખનો સારો સહકાર મળ્યો હતો. ડૉ. સાંડેસરાએ પ્રાચ્ય વિદ્યામંદિરના ડાયરેક્ટર તરીકે તથા સયાજીરાવ યુનિવર્સિટીન સિન્ડીકેટના સભ્ય તરીકે ઘણું મોટું સ્થાન ગુજરાતમાં જમાવ્યું હતું. ગુજરાતના કેળવણી ક્ષેત્રે તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. ડૉ. સાંડેસરાની યશસ્વી કારકિર્દીનો એ ચડતો કાળ હતો. એ વખતે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિમણૂક થવાની હતી. એ માટે જે ત્રણ-ચાર નામ બોલાતાં હતાં તેમાં એક નામ ડૉ. સાંડેસરાનું પણ હતું. એ અરસામાં મારે વડોદરા એમના ઘેર જવાનું થયું હતું. ત્યારે મેં એમની વાઈસ ચાન્સેલર તરીકેની નિમણૂકની સંભાવના માટે હર્ષ વ્યક્ત કર્યો હતો. પરંતુ ડો. સાંડેસરાએ કહ્યું કે પોતાને એ પદ માટે પુછાવવામાં આવ્યું છે, પરંતુ પોતે તેનો અસ્વીકાર કર્યો છે. એથી મને આશ્ચર્ય થયું, કારણ કે એ દિવસોમાં ગુજરાતીના અધ્યાપકોને વાઇસ ચાન્સેલરનું પદ મળે તે ઘણા ગૌરવની વાત હતી. એ વખતે આવા પદ માટે એટલી બધી ખટપટો નહોતી કે માણસને તે સ્વીકારવાનું મન ન થાય. એટલે મેં જ્યારે એમના આ નિર્ણય માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે તેમણે કહ્યું કે “મારે હજુ નિવૃત્ત થવાને દસ વર્ષ બાકી છે. વાઈસ ચાન્સેલરના પદ માટેની નિમણૂક ત્રણ વર્ષ માટે થાય છે. વધુ ત્રણ વર્ષ કદાચ મળે કે ન મળે. એ અથવા બીજી કોઈ યુનિવર્સિટીઓમાં પછી એવું ઊંચું પદ ન મળે તો ઘરે બેસવાનો વખત આવે. પોતાની યુનિવર્સિટીમાં કદાચ પ્રોફેસરના પદ ઉપર ફરીથી આવી શકાય, પરંતુ એક વખત વાઈસ ચાન્સેલરનું પદ ભોગવ્યા પછી પાછા પ્રોફેસર થવામાં એટલી મજા નહિ અને એટલું ગૌરવ પણ નહિ. અને જો કદાચ નોકરી વગરના થઈ ગયા તો આર્થિક અને બીજા ઘણા પ્રશ્નો ઊભા થાય. એટલે આ બાબતનો મેં ઘણો ઊંડો વિચાર કર્યો છે અને તે પછી જ આ નિર્ણય લીધો છે.' ડૉ. સાંડેસરા કેવા વ્યવહારુ દૃષ્ટિવાળા હતા તે આ ઘટના ઉપરથી જોવા મળ્યું હતું.
- ૧૯૫૫માં મેં નળ-દમયંતીની કથાનો વિકાસ’ એ વિષય ઉપર પીએચ.ડી.ની પદવી માટે શોધનિબંધ લખવાનું વિચાર્યું હતું. તે વર્ષે નડિયાદમાં યોજાયેલા સાહિત્ય પરિષદના અધિવેશનમાં ડો. સાંડેસરાને મળવાનું મારે થયું હતું. ત્યારે મારા વિષય અંગે એમની સાથે કેટલીક ચર્ચાવિચારણા કરી હતી. નળ-દમયંતી અંગે જૈન
ડૉ. ભોગીલાલ સાંડેસરા
૩૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org