________________
પરંપરાની રાસકૃતિઓ ત્યારે અપ્રકાશિત હતી એટલે મારે હસ્તપ્રત વાંચીને એને આધારે લખવાનું હતું, એ માટે પુણ્યવિજ્યજી મહારાજ ઉપરાંત ડૉ. સાંડેસરાનું પણ કેટલુંક માર્ગદર્શન મળ્યું હતું. ૧૯૬૦માં મેં મુંબઈ યુનિવર્સિટીમાં મારો શોધપ્રબંધ રજૂ કર્યો ત્યારે મારા સદ્ભાગ્યે એના પરીક્ષક તરીકે ડૉ. સાંડેસરાની નિમણૂક થઈ હતી અને મારા શોધપ્રબંધથી તેઓ ખૂબ પ્રસન્ન થયા હતા. આમ પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવનારા અધ્યાપકોની સંખ્યા નહિ જેવી જ હતી. એટલે ડૉ. સાંડેસરાને મારા પ્રત્યે વધુ સદ્ભાવ રહ્યો હતો, અને અમારો સંબંધ ઉત્તરોત્તર ગાઢ થતો ગયો હતો.
૧૯૬૩માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે મારી નિમણૂક થઈ ત્યારે હું સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કરતો હતો. પીએચ.ડી.ના ગાઇડ તરીકે મારી નિમણૂક થઈ ત્યારે મારે એમને મળવાનું થયું હતું. એ વખતે ગાઇડ તરીકે તમે શી સલાહ આપો છો એવા મારા સવાલના જવાબરૂપે એમણે મને યોગ્ય સલાહ આપી હતી કે પીએચ.ડી.નું કામ યુનિવર્સિટીમાં માનાર્હ કામ છે. એમાં જેટલા વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરવા આવશે એમાંથી ત્રીસ-ચાલીસ ટકા વિદ્યાર્થીઓ અડધેથી છોડી દેશે, અને તમારી મહેનત નકામી જશે. માટે જે વિદ્યાર્થી લો તે ચકાસીને લેવા.’ વળી એમણે પોતાના અનુભવ ૫૨થી એક સાચી સલાહ એ આપી હતી કે બને ત્યાં સુધી તમે પોતે કોઈ વિષય વિદ્યાર્થીને ન આપશો. વિષયની ચર્ચા કરજો. પણ વિષયની છેવટની પસંદગી તો વિદ્યાર્થીની પોતાની જ રહેવી જોઈએ. જો એમ નહિ કરો તો વિદ્યાર્થીઓ તમને દોષ આપશે કે અમુક વિદ્યાર્થીને તમે સહેલો વિષય આપ્યો અને પોતાને અઘરો વિષય આપ્યો. વિદ્યાર્થી થીસિસનું કામ આગળ નહિ કરે અને બધો દોષનો ટોપલો તમારે માથે નાખશે. માટે વિષયની પસંદગી વિદ્યાર્થીની પોતાની હોવી જોઈએ.’ ૧૯૬૩થી શરૂ કરીને ૧૯૮૬માં હું નિવૃત્ત થયો ત્યાં સુધીમાં પંદરેક વિદ્યાર્થીઓએ મારા માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી, પરંતુ તેમાં ડૉ. સાંડેસરાની સલાહ બરાબર કામ લાગી હતી.
૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો અનુસ્નાતક વિભાગ શરૂ ક૨વામાં આવ્યો. એના અધ્યક્ષના પદ માટે મેં અરજી કરી હતી. એ વખતે પસંદગી સમિતિના પાંચ સભ્યોમાંના એક તે ડૉ. સાંડેસરા હતા. આમ તો આવા સ્થાન માટે ઘણી ખટપટો થાય. એટલે એ સ્થાન મને મળશે એવી કોઈ આશા ન હતી. પરંતુ મારા સુખદ આશ્ચર્ય સાથે ઇન્ટરવ્યુ પછી બીજા દિવસે જાણવા મળ્યું કે એ સ્થાન માટે મારી પસંદગી થઈ હતી, અને પસંદગી સમિતિની ચર્ચાવિચારણામાં
૩૭૪ * સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org