________________
ગુજરાતનું સાહિત્યગત અને અધ્યાપકગત ઉત્સુક હતું. સૌને એમ હતું કે આવું ઊંચું પદ શ્રી ઉમાશંકર જોશીને મળી શકે. પરંતુ એ દિવસોમાં કલમને આધારે જીવનારા કવિ ઉમાશંકર જોશીએ એવો આગ્રહ રાખ્યો હતો કે પોતે યુનિવર્સિટીમાં અરજી નહિ કરે, પરંતુ યુનિવર્સિટી જો સામેથી નિમંત્રણ આપે તો પોતે જોડાવા તૈયાર છે.
૧૯૫૦માં વડોદરામાં લેખક મિલનનું આયોજન થયું હતું. તેમાં ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, જયંતી દલાલ વગેરે નામાંકિત સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રસિદ્ધ નવલકથાકાર અને વડોદરા રાજ્યના માજી સૂબા શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ યજમાન સમિતિના અધ્યક્ષ હતા. વડોદરાના લેખક મિલન પછી ડભોઈમાં દયારામ જયંતીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને ત્યાર પછી ચાણોદકરનાળી તીર્થની યાત્રાનો કાર્યક્રમ પણ ગોઠવાયો હતો. એમ.એ.ની પરીક્ષા આપીને હું એ કાર્યક્રમમાં જોડાયો હતો. ડભોઈના કાર્યક્રમમાં રમણલાલ દેસાઈએ સભાને સંબોધતાં વચ્ચે એવું કહ્યું કે કવિ ઉમાશંકર જોષી એક સાધુપુરુષ જેવા છે. એમણે આવો ઉલ્લેખ કેમ કર્યો હશે તેની સાહિત્યકારોમાં પછી ચર્ચા ચાલી અને જાણવા મળ્યું કે રમણલાલ દેસાઈએ ઉમાશંકરને વડોદરા યુનિવર્સિટીમાં પ્રોફેસરના હોદા માટે અરજી કરવા ઘણો આગ્રહ કર્યો. તેઓ હંસાબહેનની સાથે પસંદગી સમિતિમાં હતા. પરંતુ ઉમાશંકરે એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. યુનિવર્સિટી ગ્રાંટ કમિશનના નિયમ અનુસાર ઉમેદવારે અવશ્ય અરજી કરવી જ જોઈએ. અને ઉમાશંકર અરજી કરવા ઇચ્છતા નહોતા. જોકે પછી ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના પ્રોફેસરનો હોદો કરવામાં આવ્યો ત્યારે યુનિવર્સિટીના નિયમના બંધનને કારણે ઉમાશંકરને એ હોદ્દા માટે ન છૂટકે અરજી કરવી પડી હતી).
સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસરના હોદ્દા માટે સ્થાનિક અધ્યાપકો શ્રી ચતુરભાઈ પટેલ અને શ્રી મંજુલાલ મજમુદાર સહિત ગુજરાતના તે વખતના નામાંકિત અધ્યાપકોએ આ હોદ્દા માટે અરજી કરી હતી. પરંતુ તેમાં વરણી યુવાન અધ્યાપક ડૉ. ભોગીલાલ સાંડેસરાની થઈ હતી. આ એક જ ઘટનાએ ડો. સાંડેસરાને ઘણી ખ્યાતિ અપાવી. વળી સયાજીરાવ યુનિવર્સિટી સ્થાનિક યુનિવર્સિટી હતી. એટલે આંતર યુનિવર્સિટી ક્ષેત્રે પણ ડૉ. સાંડેસરાને આ સ્થાન દ્વારા ઘણી તક મળી. ગુજરાતી ઉપરાંત પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના ક્ષેત્રે જ્યાં જ્યાં કાર્યક્રમો થતા ત્યાં ત્યાં ડૉ. સાંડેસરાને અવશ્ય નિમંત્રણ મળતું. કેટલીયે યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના પરીક્ષક તરીકે તેમની પસંદગી થતી. ઓરિએન્ટલ કોન્ફરન્સમાં પણ તેમને માનભર્યું સ્થાન મળતું અને એક વાર તેઓ પ્રાકૃત વિભાગના અધ્યક્ષ તરીકે પણ નિમાયા હતા.
૩૭ર
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org