________________
રસ ધરાવતા હતા અને એમની પાસેથી પણ ડૉ. સાંડેસરાને પ્રેરણા અને માર્ગદર્શન મળતાં રહ્યાં હતા. આમ શાળામાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન મધ્યકાલીન સાહિત્યના સંશોધનના વિષયમાં વધુ રસ લેવાને કારણે શાળામાં અભ્યાસમાં ડૉ. સાંડેસરાના બીજા કેટલાક વિષય તો કાચા રહી ગયા હતા, જેમાં ગણિતનો વિષય મુખ્ય હતો.
કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ડો. સાંડેસરા આજીવિકા અર્થે સાથે સાથે નોકરી પણ કરતા હતા. તેઓ પ્રજાબંધુ' સાપ્તાહિકમાં જોડાયા હતા, અને ગુજરાત સમાચાર'ના તંત્રી વિભાગમાં પણ કામ કરવા લાગ્યા હતા. એ સમયમાં તેઓ “પ્રજાબંધુ'ના તંત્રી, પીઢ પત્રકાર અને નવલકથાકાર શ્રી ચુનીલાલ વર્ધમાન શાહના ગાઢ પરિચયમાં આવ્યા હતા. એમ.એ. થયા પછી ડૉ. સાંડેસરા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા)માં અનુસ્નાતક વિભાગમાં જોડાયા હતા અને એના નિયામક ડો. રસિકલાલ પરીખના સંપર્કમાં આવ્યા હતા. એમના માર્ગદર્શન હેઠળ એમણે “મહાઅમાત્ય વસ્તુપાળનું સાહિત્ય મંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેમનો ફાળો' એ વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તદુપરાંત ગુજરાત વિદ્યાસભામાં શ્રી ઉમાશંકર જોશીએ “પુરાણોમાં ગુજરાત' એ વિષય પર જેમ સંશોધનગ્રંથ તૈયાર કર્યો તેમ ડો. સાંડેસરાએ “જૈન આગમોમાં ગુજરાત' એ વિષય પર સંશોધનગ્રંથ તૈયાર કર્યો હતો.
જૂના વડોદરા રાજ્યના રાજા સયાજીરાવ ગાયકવાડ સુશિક્ષિત, બાહોશ, પ્રજાવત્સલ અને દીર્ઘ દૃષ્ટિવાળા રાજા હતા. પોતાના રાજ્યના વિકાસકાર્યમાં તેઓ સતત રસ લેતા રહેતા હતા. એ દિવસોમાં ભારતનાં છસો કરતાં વધુ દેશી રાજ્યોમાં આંગળીના વેઢે ગણી શકાય એવા વિકાસશીલ રાજ્ય તરીકે વડોદરા રાજ્યની ગણના થતી હતી. સયાજીરાવનું એ સ્વપ્ન હતું કે પોતાના રાજ્યમાં એક યુનિવર્સિટીની સ્થાપના થાય. એમણે આજથી સિત્તેર વર્ષ પહેલાં એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમ યુનિવર્સિટીની સ્થાપના માટે અનામત ફાળવી રાખી હતી, પરંતુ અંગ્રેજ શાસનકાળ દરમિયાન એ યુનિવર્સિટી થઈ શકી નહિ. ભારતને આઝાદી મળ્યા પછી વડોદરા શહેરની જુદી સ્વતંત્ર “મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ, અને એના પ્રથમ વાઈસ ચાન્સેલર તરીકે શ્રીમતી હંસાબહેન જીવરાજ મહેતાની નિયુક્તિ થઈ હતી. ત્યાર પછી મુંબઈ અને ગુજરાત યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અનુસાર ગુજરાતી વિષયના પ્રોફેસરનો હોદ્દો સર્વ પ્રથમ સયાજીરાવ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો. પગાર તથા ગૌરવની દૃષ્ટિએ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો આ સર્વોચ્ચ હોદ્દો હતો. એ માટે કોની નિમણૂક થાય છે તે જાણવા
ડૉ. ભોગીલાલ સાંડેસરા
૩૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org