________________
પ્રકારનું કામ કરે છે. તેઓ તેમની સાથે જ્ઞાન ભંડારમાં જવા લાગ્યા. એ વિષયમાં એમને પણ રસ પડ્યો. ત્યારે તેમની ઉંમર પંદરેક વર્ષની હતી. એ વખતે મુનિશ્રી પુણ્યવિજયજીનું ચાતુર્માસ પાટણમાં હતું. એટલે મુનિ જિનવિજયજી કિશોર સાંડેસરાને પુણ્યવિજયજી પાસે લઈ ગયા અને ત્યારથી સાંડેસરા મુનિ પુણ્યવિજયજી પાસે જવા લાગ્યા અને જૂની હસ્તપ્રતોમાં રસ લેવા લાગ્યા. પુણ્યવિજયજી સાથેનો એમનો સંબંધ વધતો ગયો એને લીધે ડૉ. સાંડેસરાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રસ પડવા લાગ્યો અને પંદરેક વર્ષની કિશોર વયે તેઓ મુનિશ્રી પુણ્યવિજયજીએ આપેલી તાલીમને લીધે જૂની જેન દેવનાગરી લિપિમાં લખાયેલી હસ્તપ્રતો પણ વાંચતા થઈ ગયા હતા. ત્યાર પછી પુણ્યવિજયજી મહારાજના માર્ગદર્શન હેઠળ એમણે મધ્યકાલીન કવિ માધવકૃત “રૂપસુંદર કથા' નામની કૃતિનું સંપાદનકાર્ય ચાલુ કર્યું. અઢારેક વર્ષની ઉંમરે તેમણે તૈયાર કરેલું આ શાસ્ત્રીય સંપાદન એટલું સરસ હતું કે મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ એ છાપવા માટે સ્વીકાર્યું. આ કૃતિ પ્રગટ થતાં ડૉ. સાંડેસરાને ગુજરાતી વિદ્વદ્ ગતમાં સારી ખ્યાતિ મળી. વળી એ પુસ્તક યુનિવર્સિટીના એમ.એ.ના પાઠ્યક્રમમાં મૂકવામાં આવ્યું. ડૉ. સાંડેસરા તો ત્યારે હજુ મેટ્રિક પણ થયા નહોતા. મેટ્રિક પાસ થયા પછી ૧૯૪૩માં જ્યારે તેઓ એમ.એ.નો અભ્યાસ કરવા લાગ્યા ત્યારે એમ.એ.નાં પાઠ્યપુસ્તકોમાં એક પુસ્તક “રૂપસુંદર કથા' હતું. પોતાનું જ સંપાદિત કરેલું પુસ્તક પોતાના અભ્યાસક્રમમાં હોય એ કંઈ જેવીતેવી સિદ્ધિ ન કહેવાય.
ડૉ. સાંડેસરાને મુનિશ્રી પુણ્યવિજયજી પાસેથી અને મુનિશ્રી જિનવિજયજી પાસેથી પ્રાચીન ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત સાહિત્યના અભ્યાસની દીક્ષા મળી. એ બંને મુનિવરો હયાત હતા ત્યાં સુધી તેમને એમની પાસે જવાનું નિયમિત રહેતું. મુનિશ્રી જિનવિજયજીના સ્વર્ગવાસ પછી ડૉ. સાંડેસરાએ એમનું જીવનચરિત્ર પણ લખ્યું હતું.
મધ્યકાલીન સાહિત્યનાં ડૉ. સાંડેસરામાં રસ અને રુચિને બીજી એક રીતે પણ પોષણ મળતું રહ્યું હતું. પાટણની હાઈસ્કૂલમાં એ વખતે ત્યાંના જાણીતા સંશોધક વિદ્વાન શ્રી રામલાલ મોદી એક શિક્ષક તરીકે નોકરી કરતા હતા. આ રામલાલ મોદીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસમાં ઘણો રસ હતો. તેઓ સ્કોલર હતા. પાટણના કવિ ભાલણ વિશે તેમણે ઘણું સંશોધન કાર્ય કર્યું હતું. વિદ્યાર્થી તરીકે ડૉ. સાંડેસરા પોતાના એ શિક્ષકના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા હતા. એને લીધે સાહિત્યના સંશોધનના ક્ષેત્રમાં એમને રસ પડ્યો હતો. શ્રી રામલાલ મોદી ઉપરાંત પાટણ હાઈસ્કૂલના હેડ માસ્તર શ્રી કલ્યાણરાય જોશી પણ સાહિત્યના સંશોધનમાં
૩૭)
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org