________________
જાહેરખબર કે દાન લીધા વગર સામયિક ચલાવવું એ આદર્શ સ્થિતિ છે. તેથી સહાય કરનારાઓનો સીધો કે આડકતરો પ્રભાવ એના તંત્રીઓની વિચારસરણી ઉપર પડવાનો સંભવ ન રહે. સરકારી સહાયથી કે સરકારી જાહેરખબરોના ટેકાથી ચાલતાં સામયિકો સરકાર વિરુદ્ધ લખવાનું સાહસ બહુ ન કરી શકે. પ્રામાણિક વિચારો વ્યક્ત કરવામાં ક્યારેક તેને જોખમ લાગે. ધર્માચાર્યોની સહાયથી કે કેટલાંક ટ્રસેની કે શ્રેષ્ઠીઓની સહાયથી ચાલતાં સામયિકો તેમની વિરુદ્ધ લખવાની બહુ હિંમત ન કરે. પરંતુ પત્રકારના વાણી-સ્વાતંત્ર ઉપર એથી તરાપ પડે છે.
બીજી બાજુ જાહેરખબર વગર સામયિક ચલાવવું લગભગ દુષ્કર જેવું ગણાય છે. મોટા ભાગનાં સામયિકો જાહેરખબરના ટેકે ચાલતાં હોય છે. આદર્શ નહીં પણ મધ્યમમાર્ગ અપનાવીને તેઓ નભતાં હોય છે. ક્યારેક તેમાં સહાય કરનારાઓ પ્રત્યેની ખુશામતભરી દષ્ટિ પણ દેખાઈ આવે છે. જાહેરખબર વિના એકલા વાચકવર્ગના સંસ્કારથી અર્થાત્ લવાજમની ઘણી મોટી રકમથી સામયિક ચલાવવું અત્યંત મુશ્કેલ છે. પ્રયોગો કરવાથી તેનાં પરિણામો જોઈ શકાય છે. ગ્રાહકો મેળવવા માટે પણ પછી વલખાં મારવાં પડે છે, અને લવાજમ મેળવવા માટે ગ્રાહકોની ખુશમાત કરવાનો વખત આવે છે. વળી, ગ્રાહકો એકત્ર થઈને ત્યારે જ પોતાના સામયિકને નભાવે, જ્યારે એની વ્યવસ્થામાં અને લેખન સામગ્રીમાં તેમનો અવાજ કાયદેસર પહોંચતો હોય. પરંતુ એવી પરિસ્થિતિનું નિર્માણ સરળ નથી.
જે સામયિકો કોઈક ને કોઈક સંસ્થાના ઉપક્રમે પ્રગટ થતાં હોય છે તે સામયિકો સંસ્થાની આર્થિક સદ્ધરતા હોય ત્યાં સુધી પ્રગટ થયા કરે છે. સમયે સમયે એનું તંત્રીમંડળ બદલાય છે. એવાં સામયિકો સાજ-માંદાં રહે છે, તોપણ એની આવરદા લાંબી હોય છે. આર્થિક સદ્ધરતા હોય તો એને ચલાવનારા કોઈક ને કોઈક મળી રહે છે. એની ગ્રાહકસંખ્યા ઘણી ઓછી હોય તોપણ એને આંચ આવતી નથી.
ગુજરાતી પ્રજા પ્રમાણમાં સમૃદ્ધ હોવા છતાં ગુજરાતી સામયિકો માટે, વિશેષતઃ સાહિત્યિક સામયિકો માટે બહુ પ્રોત્સાહક વાતાવરણ સતત રહેતું નથી. એનાં ઘણાં કારણો છે. સારાં સામયિક નથી ચાલતાં એનાં અન્ય કેટલાંક કારણો સામયિકને પક્ષે પણ છે. બદલાતી જતી પરિસ્થિતિમાં સૌ કોઈએ વાસ્તવિકતાનો સહજપણે સ્વીકાર કરવા સાથે વધુ જાગૃત થવાની જરૂર છે.
નિષ્ઠાપૂર્વક કરેલાં સારાં કાર્યો એળે જતાં નથી, જાય તો આત્મસંશોધન કરવું જોઈએ.
આપણાં સામયિકો જે ૩૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org