________________
વિચાર કરવો ઘટે. જેમ સામયિકની ઉપયોગિતા મર્યાદિત વર્ગ કે વર્તુળ પૂરતી, તેમ એને પગભર થવા માટે વધુ પ્રયાસ કરવાની અપેક્ષા રહે. સમાજના વિશાળ વર્ગની જરૂરિયાતોનો અભ્યાસ કરીને તથા એને લક્ષમાં રાખીને જે સામયિકો પ્રગટ થાય છે તેને બહુ વાંધો આવતો નથી.
કોઈ પણ સમાજનાં રસ અને રુચિનાં ક્ષેત્ર અને ધોરણ હંમેશને માટે એક સરખાં ઊંચાં અથવા નીચાં ન રહે. વખતોવખત એમાં પરિવર્તન થયા કરે. પ્રજાનાં શિક્ષણ, રાજકારણ, રહેણીકરણી, મનોરંજનની દૃષ્ટિ, આર્થિક ક્ષમતા વગેરે ઉપર એનો ઘણો આધાર રહે છે. બીજા વિશ્વયુદ્ધ પછી સમગ્ર વિશ્વની જીવનપદ્ધતિમાં ઘણા મોટા ફેરફારો થઈ ગયા છે. જેમ ટેલિફોનની સગવડ પછી માણસની પત્ર લખવાની ટેવ ઓછી થતી ગઈ છે તેમ ટી.વી.ની સગવડ પછી માણસની વાંચવાની ટેવ પણ ઓછી થવા લાગી છે. એને પરિણામે પુસ્તક-પ્રકાશનની અને સામયિકોની પ્રવૃત્તિ ઉપર અસર થઈ છે.
જે ભાષામાં સામયિક છપાય તેનો ફેલાવો તે ભાષા બોલનારી વસતિની સંખ્યા ઉપર તથા તેના શિક્ષણસંસ્કાર ઉપર પણ આધાર રાખે છે. અંગ્રેજી ભાષામાં પ્રગટ થતાં સામયિકોને માટે આખી દુનિયામાં અવકાશ છે. સ્વાહિલી, સિંહાલી, ઉડિયા, બર્મી વગેરે ઘણીબધી ભાષાઓનાં સામયિકો માટેનો અવકાશ તેની પ્રજા પૂરતો મર્યાદિત રહે છે. ભારતમાં અંગ્રેજી કે હિન્દીમાં પ્રગટ થતાં સામયિકો કરતાં ગુજરાતી સામયિકોને અવકાશ ઘણો ઓછો રહેવાનો, તે દેખીતું છે. નાની પણ સંપન્ન, સુશિક્ષિત અને રસિક પ્રજા હોય તો તેટલે અંશે તેમાં વધુ અવકાશ, અલબત્ત, જરૂર રહે.
પોતાનાં રસ અને રુચિને લગતાં ઘણાંબધાં સામયિકો પ્રગટ થતાં હોય ત્યારે સારા અને સંપન્ન વાચકે પણ તેમાંથી પસંદગી કરવાની રહે છે. વાંચવા માટેનો કુલ સમય અને લવાજમોની કુલ રકમ પોતાને કેટલાં પોષાય છે તે વૈયક્તિક ધોરણે જ નક્કી થાય. પોષાય છતાં સમય ન હોય અથવા સમય હોય છતાં પોષાય નહિ એમ બને. કેટલાકને માટે સમય પણ ન હોય અને પોષાય પણ નહિ એવી સ્થિતિ હોય છે.સમય હોય, પોષાય એમ હોય અને છતાં રસરુચિ ન હોવાને કારણે કે પ્રમાદને કારણે પણ કેટલાક લોકો સામયિક તરફ અભિમુખ બનતા નથી. ગંભીર અને વિદ્વદૂભોગ્ય સામયિકો તો દુનિયામાં બધે જ ઓછાં વંચાવાનાં. સાહિત્યિક ગંભીર સામયિકો વાંચનાર સાહિત્યરસિકો, અધ્યાપકો, શિક્ષકો કે અન્ય કેટલાક સાહિત્યરસિકોની આપણા દેશમાં વર્તમાન સમયમાં એવી આર્થિક સ્થિતિ નથી કે તેઓ બધાં સામયિકો માટે પૈસા ખર્ચી શકે. એટલે પુસ્તકાલયમાં જઈ વાંચી લેવાની
આપણાં સામયિકો
૩૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org