________________
છાપખાનાંનાં બિલ પણ એમની અપેક્ષા કરતાં વધુ આવ્યાં અને ચૂકવવાના પૈસા ન રહ્યા. લવાજમો મેળવવા માટે મિત્રો, સગાંસંબંધીઓ, ઓળખીતાઓના ઘરે, સ્કૂલોમાં, કૉલેજોમાં, પુસ્તકાલયોમાં ઘણા આંટા માર્યા પણ તેમાં નિરાશા જ સાંપડી. જાહેરખબરનાં વચનો ઘણાં મળ્યાં હતાં, પરંતુ ત્રણ અંક સુધી એક પણ જાહેરખબર છાપવા માટે મળી નહિ. ત્રીજા અંક પછી સામયિક બંધ પડ્યું. “ગુજરાતી પ્રજા કદરહીન છે', “લેખકો પોતાનું વચન પાળતા નથી', “મિત્રો-સગાં-સંબંધીઓ સહકાર આપતા નથી', “વેપારી કંપનીઓ જાહેરખબર માટે ધક્કાઓ ખવરાવતાં શરમાતી નથી' – એવાં એવાં વચનો ઉચ્ચારતાં તેઓ ઘણાં બધાંને ધિક્કારતા થઈ ગયા. પ્રેસવાળો બિલની ઉઘરાણી કરવા આવે અને પૈસા હોય નહિ એટલે તેઓ ભાગભાગ કર્યા કરે. થોડા વખતમાં એમને એટલો બધો નિર્વેદ થયો કે સાહિત્યમાં રસ લેવો પણ એમણે છોડી દીધો. કવિતાની સરવાણી અદશ્ય થઈ ગઈ.
આપણા કેટલાક લેખકો પોતાની શક્તિ ઉપર વધુ પડતો વિશ્વાસ રાખી, લોકમાનસનો ખ્યાલ રાખ્યા વગર, લેખનસામગ્રી અને પ્રકાશનખર્ચના સરખા આયોજન વગર સામયિક પ્રગટ કરવાનું આંધળું સાહસ કરી બેસે છે, પછી પસ્તાય છે અને લોકોને ખોટો દોષ દઈ ધિક્કારે છે. ' સામયિક શરૂ કરતી વખતે તેના તંત્રી, સંપાદક, પ્રકાશકના મનમાં એનું ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ. એકાદ વર્ષ ખોટમાં ચાલે તોપણ નભી શકાય એટલી નાણાંની વ્યવસ્થા હોવી જોઈએ. કવિ-લેખકોનો સારો સહકાર મળી રહે એવો બહોળો સંપર્ક હોવો જોઈએ. પત્રકારત્વનું ક્ષેત્ર કેટલેક અંશે અપયશનું ક્ષેત્ર પણ છે. તંત્રીનો સ્વભાવ એવો ન હોવો જોઈએ કે પોતાના હાથમાં પત્ર આવ્યું એટલે અભિમાનથી બધાની સાથે ઝઘડે. તેમ તંત્રીનો સ્વભાવ એવો ન હોવો જોઈએ કે જે કંઈ કાચીપાકી સામગ્રી. આવી તે સંબંધો અને મીઠાશ વધારવા છાપી નાખે. તુચ્છ લેખનસામગ્રીનો અસ્વીકાર કરતાં તંત્રીએ જરા પણ અચકાવું ન જોઈએ. ‘કુમાર'ના તંત્રી બચુભાઈ રાવતે કહેલું કે બળવંતરાય ઠાકોરનું એક કાવ્ય એમણે પાછું મોકલાવ્યું ત્યારથી બળવંતરાયે “કુમારને કાવ્યો મોકલવાનાં બંધ કરેલાં. ત્યાર પછી બીજા કેટલાક કવિઓની બાબતમાં પણ આવું બનેલું. કવિ-લેખકોની લેખન-સામગ્રી પાછી મોકલતાં બચુભાઈ રાવત જરા પણ અચકાતા નહિ. તેઓ કહેતા કે કોઈ પણ લેખકની એક પણ કૃતિ બે વર્ષ સુધી પોતાને ન મળે તો પણ એકલે હાથે લેખનસામગ્રી તૈયાર કરીને બે-ચાર વર્ષ “કુમાર” ચલાવવાની શક્તિ અને આત્મવિશ્વાસ પોતાનામાં છે. સામયિકના તંત્રીઓમાં આવી સજ્જતા એ એની એક મોટી મૂડી છે.
કોઈ પણ નવું સામયિક પ્રગટ કરતાં પહેલાં એની ઉપયોગિતા કેટલી છે તેનો
૩૬૪
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org