________________
ત્યારે પ્રવર્તે છે. કોઈક વિરલ તંત્રીઓ સર્જનની જેમ વિસર્જનનો પણ આનંદ માણી શકે છે. પણ એકંદરે તો સારું સામયિક બંધ થવાની વાત આવે તો ઊહાપોહ થાય છે, એને જિવાડવાનો પ્રયત્ન થાય છે. દુ:ખી થયેલા કેટલાક વાચકો દોડાદોડ કરી મૂકે છે.
કેટલાંક સામયિકોની જીવાદોરી આર્થિક પ્રાણવાયુના આધારે થોડો સમય લંબાય છે. કોઈ પણ સામયિક બંધ થાય ત્યારે દરેક વખતે વાચકોને, ગ્રાહકોને, જાહેરખબર આપનારી પેઢીઓને, ટ્રસ્ટો અને અન્ય સંસ્થાઓ કે સરકારને દોષ દેવાપણું હોતું નથી. જે ઉપયોગી છે અને સમાજના વિશાળ હિતમાં છે તે ટક્યા વગર રહેતું નથી. જે પરિમિત વાચકવર્ગના રસાનંદનો વિષય છે તેના અસ્તિત્વનો પ્રશ્ન વખતોવખત ઊભો થવાનો. દરેક નવી પેઢીને પોતાનાં નવાં સામયિકો ચાલુ કરવાની હકપૂર્વકની મહત્ત્વાકાંક્ષા રહેવાની.
જેમ જેમ સમય બદલાય અને નવાં પ્રસાર-માધ્યમો આવવા લાગે તેમ તેમ દૈનિકો-સામયિકોમાં પણ ભરતીઓટ ચાલ્યા કરે. ક્યારેક પરસ્પર સ્પર્ધા વધે ત્યારે પણ કોઈકને ઝૂકવું પડે, એની પાત્રતા વધુ સારી હોય તોપણ, કારણ કે આવા પ્રકારની સ્પર્ધામાં વિજ્યી થવા માટે એકલી ગુણવત્તા જ કામની નથી. સાચી-ખોટી પ્રચારપદ્ધતિઓ પણ એમાં ભાગ ભજ્વે છે.
રેડિયોના આગમન પછી દૈનિક છાપાંઓ ઉ૫૨ થોડીક અસર પડી. ટી. વી.ના આગમન પછી રેડિયોના કાર્યક્રમનું આકર્ષણ ઘટ્યું. ચલચિત્રોના આગમન પછી જૂની રંગભૂમિ ઉ૫૨ ભજવાતાં નાટકોની પ્રવૃત્તિ ઘટી. વિડિયોના આગમન પછી સિનેમાગૃહો ૫૨ અસર પડી. પાશ્ચાત્ય દેશોમાં હવે અનેક સુશિક્ષિત કુટુંબોમાં પણ છાપું લેવાતું નથી, કારણ કે ટી.વી.એ જીવનક્રમ બદલી નાંખ્યો છે. જેમ છાપાની બાબતમાં તેમ સાહિત્યિક સામયિકોની બાબતમાં પણ પાશ્ચાત્ય દેશોમાં બનવા લાગ્યું છે. છાપું કે સામયિક એ ઘરે નહિ પણ રસ્તામાં વાંચવાનું, સમય પસાર કરવાનું સાધન બનવા લાગ્યું છે.
ત્રણ-ચાર દાયકા પૂર્વે સાહિત્યના વિષયો અને સાહિત્યિક પ્રવૃત્તિઓનો પ્રચાર લોકોમાં વધુ હતો. તેવે વખતે તેવાં સામિયકોને પણ પ્રજાનો ટેકો અનાયાસ મળી રહેતો. ત્યારે સામયિકો ગરજવાન કવિલેખકોનું ઘણું શોષણ કરતાં. સમય જતાં રાજકારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરે અનેક વિષયોમાં લોકો રસ લેતા થયા છે. એટલે કે લોકોનાં રસ અને રુચિ એક જ ક્ષેત્રને હવે વરેલાં રહ્યાં નથી. આથી પણ સાહિત્યિક સામયિકોની પ્રવૃત્તિમાં ઓટ વર્તાય છે એ દેખીતું છે.
Jain Education International
૩૬૨ : સાહિત્યદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org