________________
આપણાં સામયિકો
ગુજરાતી સમર્થ સામયિકોનો જાણે એક યુગ આથમી ગયો. હેલીના ધૂમકેતુની માઠી અસર જાણે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે સામયિકો ઉપર પડી લાગે છે ! પ્રજાનું સંસ્કારપોષણ કરનારાં ઉત્તમ સામયિકો ચાલુ નથી રહી શકતાં એ શોચનીય છે. આર્થિક મુશ્કેલીનો પ્રશ્ન તો ખરો જ, લેખનસામગ્રીનો પ્રશ્ન પણ કેટલેક અંશે કદાચ હશે, તોપણ સારાં સામયિકોને માટે ટકવાનું દિવસે દિવસે અઘરું થતું જાય છે. બીજી બાજુ જ્ઞાતિઓની, સંસ્થાઓની અને ઇતર પ્રકારની કેટલીય એવી નિઃસત્ત્વ પત્રિકાઓ છપાયે જાય છે. એની પાછળ જે મુદ્રણખર્ચ થાય છે તેનો વિચાર કરીએ ત્યારે આ વાસ્તવિક પરિસ્થિતિ વધુ ખેદજનક બને છે.
કોઈ પણ સામયિકનું આયુષ્ય યાવદ્રચંદ્ર જેટલું ન હોઈ શકે. સમય અને પરિસ્થિતિ બદલાતાં મોડું કે વહેલું તે બંધ પડવાનું. “Life' જેવું આખી દુનિયામાં પ્રચાર પામેલું સામયિક પણ બંધ કરવાનો વખત આવ્યો. કેટલાક તંત્રીઓને પોતાનું સામયિક બંધ પડવાનાં એંધાણ વહેલાં જણાય છે. કોઈક વિરલ તંત્રીઓ પોતાની હયાતીમાં જ પોતાના સામયિકના પ્રકાશનને બંધ કરી દેવાનું ઉચિત સમજે છે, જેથી પોતાની હયાતી બાદ કોઈ અયોગ્ય અધિકારી વ્યક્તિના હાથમાં તે જાય નહિ, અને પોતાની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડે નહિ. કોઈક તંત્રી પોતાની હયાતી પછી પણ પોતાનું સામયિક લાંબા સમય સુધી ચાલ્યા કરે અને પોતાની પ્રતિષ્ઠાને ઉત્તરોત્તર વધાર્યા કરે એવી સાચી કે મિથ્યા આકાંક્ષા સેવતા હોય છે. પોતાનું સામયિક બંધ પડે ત્યારે કોઈક તંત્રીઓ પ્રસન્ન અને સ્વસ્થ હોય છે; કોઈક સ્થિતપ્રજ્ઞા રહે છે; કોઈ શોકવિમગ્ન થાય છે; કોઈક ઉદાસીન બની જાય છે.
વાચકોની પણ એવી જ વિવિધ મનોદશા પોતાનું કોઈક સામયિક બંધ પડે
આપણાં સામયિકો
૩૬ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org