________________
પોતાનો અભિગમ બદલવો જોઈશે. સમાજે ભાષાસાહિત્યનું અધ્યયન કરીને નીકળેલા તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષે એવી આજીવિકા માટેનાં સ્થાન ઊભાં કરવાં જોઈએ. વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓએ સાહિત્યને માટે પ્રેરક, પોષક અને પ્રોત્સાહક એવી આબોહવા સર્જાય તેવા વિવિધ સાહિત્યિક કાર્યક્રમો, સ્પર્ધાઓ, મિલનો વખતોવખત યોજવાં જોઈએ. આ અને આવાં બીજાં પ્રેરક અને પ્રોત્સાહક પરિબળો કામ કરશે ત્યારે જ ભાષા-સાહિત્યના અધ્યયનને વેગ મળશે. એમ થશે તો માત્ર ભૌતિક સ્તર પર જીવતી પ્રજાનું સંસ્કારતેજ વધશે. એવું થશે ત્યારે જ સમાજને કે રાષ્ટ્રને પોતાની પરિસ્થિતિ સંતર્પક લાગશે.
૩૬૦ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org