________________
પરંતુ આપણે ત્યાં શિક્ષણના ક્ષેત્રે પણ રાજદ્વારી તત્ત્વોની અને અશૈક્ષણિક વિચારશરણીઓની દખલગીરી ઘણો ભાગ ભજવે છે, જેનો ભોગ બને છે બિચારા વિદ્યાર્થીઓ, વર્તમાન શિક્ષણનાં કથળેલાં ધોરણોને કારણે રાષ્ટ્રના કરોડો યુવાનોની કારકિર્દી ઝાંખી બની જાય છે. જડમૂળથી કેટલાક ફેરફારો જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ અસહ્ય પરિસ્થિતિ લાચારીથી નભાવ્યા વગર છૂટકો નથી.
સાહિત્યના વિષયમાં બધાને એકસરખો રસ પડે એવું હોતું નથી. એ માટે વિશિષ્ટ સંસ્કાર અને પ્રતિભાની જરૂર છે. પરંતુ એવી પ્રતિભાવાળા વિદ્યાર્થીઓ બીજા વિષયોમાં ખેંચાય છે, અને જેમને રસરુચિ ન હોય તેવા નબળા વિદ્યાર્થીઓ, બીજા વિષયોમાં પ્રવેશ ન મળવાને કારણે આ વિષયોમાં લાચારીથી આવી ભરાય છે. આવા બે-ચાર ટકા જે સારા વિદ્યાર્થીઓ હોય છે તેમને પણ મંદોત્સાહ કરી નાખે છે. એથી એકંદરે ભાષાસાહિત્યના અભ્યાસના વાતાવરણને બહુ નુકસાન પહોંચે છે.
ભારતની બીજી ભાષાઓની સરખામણીમાં ગુજરાતી ભાષાનું શાળા-કૉલેજની કક્ષાએ અધ્યયન-અધ્યાપન વિશેષ કથળ્યું છે, એવો અભિપ્રાય એ ક્ષેત્રમાં કામ કરનારા ઘણા અનુભવીઓનો છે. ગુજરાતી પ્રજા એકંદરે વેપારલક્ષી હોવાને કારણે પોતાનાં સંતાનોને ભાષા-સાહિત્યનો વિષય મુખ્ય વિષય તરીકે સ્નાતક-અનુસ્તાનક કક્ષાએ ઓછો લેવડાવે છે. વાણિજ્ય અને વિજ્ઞાનની શાખામાં જેટલા વિદ્યાર્થીઓ દાખલ થાય છે, તેના પ્રમાણમાં વિનયન શાખામાં વિદ્યાર્થીઓ ઓછા દાખલ થાય છે. જે દાખલ થાય છે તેમાં પણ વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ હોય છે. અને તેમની સરેરાશ કક્ષા પણ ઓછી તેજસ્વી હોય છે. ગુજરાતી પ્રજામાં અંગ્રેજી ભાષા પ્રત્યેનો મોહ વધુ હોવાને કારણે પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમવાળી શાળાઓમાં મોકલવાનું વલણ પણ વધતું જાય છે. પરિણામે નવી પેઢીમાં એકંદરે ગુજરાતી ભાષા પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય છે. આજના વિદ્યાર્થીઓમાંથી જ આવતીકાલના શિક્ષકો કે કૉલેજના અધ્યાપકો સાંપડવાના પરંતુ આજના વિદ્યાર્થીની કક્ષા જો ઊતરતી હશે તો આવતી કાલના અધ્યાપકની કક્ષા પણ એવી જ ઊતરતી રહેવાની.
ભાષા-સાહિત્યના અધ્યયનને વધુ રસિક અને ફલદાયી બનાવવું હોય તો સરકારે પોતે તેને અનુકૂળ અને પોષક એવી શિક્ષણનીતિ અપનાવવી પડશે. યુનિવર્સિટીઓએ ભાષાના વિષયને વિદ્યાર્થીઓ વિકલ્પ કાઢી ન નાખે એવી રીતે અભ્યાસક્રમ ગોઠવવો જોઈએ. તેજસ્વી માણસો અધ્યાપન તરફ આકર્ષાય એ માટે અધ્યાપક તરીકેનાં આકર્ષક સ્થાન વધારવાં જોઈએ. મા-બાપોએ ભાષા પ્રત્યેનો
ભાષા-સાહિત્યનું અધ્યયન-અધ્યાપન
૩૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org