________________
અધ્યયન પછી વિદ્યાર્થીઓને આજીવિકાનું બહોળું સાધન પ્રગતિશીલ દેશોમાં સાંપડી રહે છે.
ભારત જેવા દેશમાં અતિ વસતિ અને બેકારીને કા૨ણે વિદ્યાર્થીઓનું લક્ષ્ય સંસ્કારલક્ષી કેળવણી કરતાં ત્વરિત અર્થોપાર્જન કરાવે એવી વ્યવહારલક્ષી કેળવણી લેવા તરફ દિવસે દિવસે વધતું જાય છે. ભાષાસાહિત્યનો વિષય એક એવો વિષય છે કે જેમાં અર્થોપાર્જનને અવકાશ પ્રમાણમાં ઓછો છે. અભ્યાસ પછી શિક્ષણ કે પત્રકારત્વ જેવાં બે-ત્રણ ક્ષેત્રમાં સાધારણ આજીવિકા સાંપડે એટલો મર્યાદિત અવકાશ હોવાને કારણે વિદ્યાર્થીઓ તેના તરફ ન આકર્ષાય તે દેખીતું છે. તેમનાં માતાપિતાને પણ એ બહુ ગમતી વાત ન હોય; જેઓ ભાષાના અધ્યાપનના વિષયમાં પડેલા છે તેઓ પણ પોતાનાં સંતાનોને એ વિષયનું અધ્યયન સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ કરાવવા બહુ રાજી હોતા નથી. ડૉક્ટરનો દીકરો ડૉક્ટર થાય, વકીલનો દીકરો વકીલ થાય, એન્જિનિયરનો દીકરો એન્જિનિયર થાય તો પોતાનો વ્યાવસાયિક વારસો સચવાયાનો સંતોષ એમને થશે, પરંતુ ભાષા-સાહિત્યના અધ્યાપકોમાં તેમ બનતું નથી. ગુજરાતી વિષયનો જ વિચાર કરીએ તો પ્રશ્ન થશે કે છેલ્લા ચારપાંચ દાયકામાં ગુજરાતી વિષયના કેટલા અધ્યાપકોએ પોતાનાં સંતાનો પાસે કૉલેજ અને યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય લેવડાવ્યો છે ? બે-ત્રણ અપવાદ સિવાય કોઈ જ નહિ. અપવાદ પણ અન્ય વિષયની અશક્તિને કારણે હશે ! એવી જ પરિસ્થિતિ સંસ્કૃત, હિન્દી, મરાઠી, તામિળ કે બંગાળી જેવા વિષયોમાં પણ જોવા મળશે. એટલે જ વિદ્યાર્થીઓમાં ભાષાના અધ્યયન પ્રત્યે રસ-રુચિ કેળવાય એ માટે એ ક્ષેત્રમાં આજીવિકાની દૃષ્ટિએ આકર્ષક એવાં સ્થાનો ઊભાં થવાં જોઈએ. એમ થશે તો જ ભાષાસાહિત્યના અધ્યયન માટે વિદ્યાર્થીઓમાં આકર્ષણ જન્મશે.
દુનિયાની તમામ સરકારો સંરક્ષણ પછી બીજે નંબરે સૌથી વધુ ખર્ચ કરે છે શિક્ષણની બાબતમાં. ભારત જેવા દેશમાં ઘણી ભાષા, ઘણાં રાજ્યો અને અતિ વસતિના સંકુલ પ્રશ્નોને કારણે શિક્ષણ પાછળ ખર્ચવા માટે પૂરતાં નાણાંના અભાવનો પ્રશ્ન તો સ૨કા૨ને સતાવે છે, પરંતુ જે નાણાં ખર્ચાય છે તે પણ પૂરાં ઊગી નીકળતાં નથી. કેળવણીના ક્ષેત્રે અનેક પ્રયોગો અને ખોટાં અનુકરણો થાય છે. એથી સમય, શક્તિ અને ધન વેડફાઈ જાય છે. બેકારીનું પ્રમાણ ઘણું મોટું હોવાને કા૨ણે સંસ્કારલક્ષી કેળવણીને બદલે વ્યવહારલક્ષી કેળવણી લેવા તરફ યુવક-યુવતીઓની દોટ સમજાય તેવી છે. પરંતુ તેમ છતાં વ્યવહારલક્ષી કેળવણીમાં ભાષાસાહિત્ય અને એવા ઇતર વિષયોના અધ્યયનને જો સાંકળી લેવાય તો બંનેનો હેતુ સાચવી શકાય.
૩૫૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org