________________
દુનિયાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં મહત્ત્વનું સ્થાન અપાયું છે. પરંતુ ખેદની વાત એ છે કે ભારત બહાર જ્યારે યુનિવર્સિટી-કક્ષાએ એનો અભ્યાસ વધતો ચાલ્યો છે ત્યારે ખુદ ભારતની કેટલીક યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભાષાના અધ્યયનને જેટલું મહત્ત્વ અપાવું જોઈએ તેટલું હમણાં અપાતું નથી. યુનિવર્સિટીમાં બધા જ વિષયોને આર્થિક દૃષ્ટિએ પગભર બનાવવાનું સરકારી વલણ કેળવણીની વ્યાપક દૃષ્ટિનો અભાવ સૂચવે છે.
ભાષાના અધ્યયનથી માણસના પોતાના વિચારોને સ્પષ્ટ કરવાની શક્તિ ખીલે છે. એક જ શબ્દના જુદા જુદા અર્થ હોય અથવા નજીક નજીકની અર્થછાયાવાળા જુદા જુદા શબ્દો હોય તેમાંથી કયા શબ્દની પસંદગી કરવી અને વાક્યમાં તેને કયાં સ્થાન આપવું એના પ્રયોગ કે મહાવરાથી માણસની તર્કશક્તિ અને સૂક્ષ્મ બુદ્ધિ વિકસે છે. ભાષામાં લખાયેલા સાહિત્યના અધ્યયનથી માણસનો બૌદ્ધિક વિકાસ થાય છે, તેના હૃદયની સુકુમારતા વધે છે, તેની પ્રતિભા ઘડાય છે, તેનામાં સંસ્કારનું સિંચન થાય છે, તેની સારાસાર વિવેકની દષ્ટિ કેળવાય છે, તેના શીલનું ઘડતર થાય છે અને ક્રમે ક્રમે મનુષ્યમાં રહેલા પાશવી અંશોનું નિગરણ થતાં તેનું મનુષ્યત્વ શુદ્ધ અને સંસ્કારી બને છે. મનુષ્યમાંથી દેવ બનાવવાની શક્તિ ભાષા-સાહિત્યના પરિશીલનમાં રહેલી છે.
વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ અને ઝડપી અવરજવરને લીધે એક દેશની ઉત્તમ સાહિત્યકૃતિ બીજા દેશમાં ઝડપથી પહોંચી જઈ શકે છે. એકવીસમી સદીના માણસને દુનિયાની ઉત્તમોત્તમ સાહિત્યકૃતિઓ – કલાકૃતિઓ ઘેર બેઠાં માણવા મળશે. કેટલાય સાહિત્યકારોનો પરિચય એમના વાસ્તવિક સ્વરૂપમાં એમના પોતાના જ અવાજમાં મળવા લાગ્યો છે અને વધુ મળશે.
આવતી કાલના માણસને સાહિત્ય મેળવવાની મુશ્કેલી કરતાં પસંદગીની મૂંઝવણનો પ્રશ્ન વધુ સતાવશે. એક જિંદગીમાં વાંચતાં-સાંભળતાં પૂરું ન થાય એટલું ઉત્તમ સાહિત્ય ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ પ્રસંગે એ સાહિત્ય પ્રત્યે પોતાના દિલદિમાગની બારી બંધ કરી દેનારના જેવો બીજો કમભાગી કોણ હોઈ શકે?
છેલ્લા ત્રણેક દાયકામાં ભૌતિક વિજ્ઞાન, અર્થકારણ, વાણિજ્ય, સમાજવિજ્ઞાન ઇત્યાદિ ક્ષેત્રમાં એટલી બધી પ્રગતિ થઈ છે કે દુનિયાભરની યુનિવર્સિટીઓમાં ઉત્તરોત્તર નવા નવા વિષયો દાખલ થતા જાય છે. જ્ઞાન-વિજ્ઞાનની વિભિન્ન શાખાઓ વચ્ચે તુલનાત્મક અધ્યયન પણ વધવા લાગ્યું છે. જેમ વસતિ વધતી જાય છે તેમ યુનિવર્સિટીઓનાં અધ્યયનક્ષેત્રો પણ વધતાં જાય છે. આમાંના ઘણાખરા વિષયોના
ભાષા-સાહિત્યનું અધ્યયન અધ્યાપન - ૩૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org