________________
૨૧ ભાષા-સાહિત્યનું અધ્યયન-અધ્યાપન
મનુષ્ય પાસે ઈતર પ્રાણીઓ કરતાં વિકસિત મન અને વિકસિત વાચા છે. ભાષાના માધ્યમ વડે જ મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો વ્યવહાર એની ઉત્તમ કોટિએ પહોંચી શક્યો છે. એના વડે જ મનુષ્ય સ્થૂળ પદાર્થો અને સૂક્ષ્મતત્ત્વોનું રહસ્ય પામી શકે છે. એના દ્વારા જ સ્થળ અને કાળની મર્યાદા ઓળંગીને મનુષ્ય બીજા મનુષ્ય સાથે સૂક્ષ્મ સંબંધ સ્થાપી શકે છે.
ભાષામાં અપાર શક્તિ રહેલી છે. ભાષાનું મૂલ્ય જે સમજે છે તે જ સમજે છે. સમગ્ર જગતનો વ્યવહાર એટલે વાણીનો વિસ્તાર. અનેક શાસ્ત્રોની ઉત્પત્તિ આ વાણીમાંથી થઈ છે. મનુષ્યનું મનુષ્યપણું વાણી વડે સિદ્ધ થયું છે.
ભાષામાં વિવિધ પ્રકારની શક્તિ છે. પ્રત્યેક શબ્દમાં, પ્રત્યેક વર્ણમાં તે શક્તિ રહેલી છે એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. ભાષાના મર્મને સમજનારને આ વાતની તરત પ્રતીતિ થશે. “સ સૂત્તઓ અનંતી કથ્થો – (એક સૂત્રના અનંત અર્થ થાય છે) એમ જૈન શાસ્ત્રોમાં કહેવાયું છે તે યથાર્થ છે.
ભાષાની આ મહત્તાને કારણે જ ઠેઠ પ્રાચીન સમયથી ભાષાના અધ્યયનને શિક્ષણમાં મહત્ત્વનું સ્થાન અપાતું આવ્યું છે.
દુનિયાની તમામ ભાષાઓમાં સંસ્કૃત ભાષા જેવી કોઈ સઘન, ગહન, વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ભાષા નથી. દ્વિવચન તો માત્ર સંસ્કૃત, ભાષામાં જેટલો છે તેટલો દુનિયાની બીજી કોઈ ભાષામાં નથી. પંડિતો, વિદ્વાનોની ભાષા તે સંસ્કૃત અને આમ જનતાની ભાષા તે પ્રાકૃત. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલું સાહિત્ય એ આપણો અમૂલ્ય વારસો છે. એટલા માટે જ સંસ્કૃત, પ્રાકૃતના અધ્યયનને
૩૫૬ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org