________________
સાહિત્યના ક્ષેત્રે પોતાના શબ્દ દ્વારા બાહ્ય સ્થૂલ ઉશ્કેરાટ કે ખળભળાટ મચાવવો એ બહુ અઘરી વાત નથી. અધકચરા લેખકો પણ પોતાના વરવા શબ્દો દ્વારા તેમ કરી શકે છે. પોતાના ઉદાત્ત, ઔચિત્યપૂર્ણ, માર્મિક અને પ્રેરક શબ્દ દ્વારા સૈકાઓ સુધી અસંખ્ય લોકોનાં હૈયાંમાં સુકુમાર સંવેદનો ગાવવા માટે ઘણી મોટી સર્જક-પ્રતિભાની જરૂર રહે છે. માનવજાતને સ્થૂલ હિંસા તરફ ઉશકેરનારા સાહિત્યનું સર્જન કરવા કરતાં આવા સાહિત્યનું સર્જન કરવું એ ઘણી અઘરી વાત છે. હજારો વર્ષ સુધી માનવજાત માટે દીવાદાંડીરૂપ બની રહે એવા મૂલ્યવાન, અમર સાહિત્યનું સર્જન તો લાખો-કરોડો માણસોમાંથી કોઈક કદાચ કરી શકે તો કરી શકે !
(સાંપ્રત સહચિંતન-૩)
લેખકનો શબ્દ છે ૩૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org