________________
ઈતિહાસ બહુ હોતો નથી. પરંતુ બીજી બાજુ ધાર્મિક કથાવસ્તુના ક્ષેત્રે રામ અને કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને મહંમદ પયગંબર જેવાં કેટલાંક પાત્રો લોકોમાં એવાં પવિત્ર અને પૂજનીય, આરાધ્ય દેવ જેવાં બની ગયાં હોય છે કે તેમના વિશે કલ્પના દ્વારા વિપરીત લખવા જતાં લોકમાનસને આઘાત પહોંચે છે. ભગવાન રામ વિશેની પૌરાણિક નવલકથા લખતી વખતે કોઈ લેખક પોતાની કલ્પના ચલાવીને રામને ઘણી રાણીવાળા, વિષયી અને લંપટ બતાવે તો લોકમાનસ તે સહન ન કરી શકે. ધર્મક્ષેત્ર એટલું બધું સંવેદનશીલ છે કે તેમાં લેખક પોતાની કલ્પનાથી ચેડાં કરવા જાય તો તેને પોતાને સહન કરવાનો વખત આવે. કલાનું સત્ય સહૃદય વાચકના હૃદયની ભાવપ્રતીતિ ઉપર નિર્ભર હોય છે. એટલે લેખક પોતાની કલ્પનાનો ગમે તેટલો બચાવ કરે, કદાચ દસ્તાવેજી પુરાવા રજૂ કરે તોપણ તે કલાકૃતિ પોતે સફળ સર્જનકતિ બની શકતી નથી. ઐતિહાસિક અને પૌરાણિક કથાકૃતિઓના ઐતિહાસિક સત્ય વિશે સર્જકની કલ્પના વિશે ઘણાં જુદાં જુદાં પાસાંઓની તપાસ થઈ શકે છે, થયેલી પણ છે.
સમર્થ લેખકોને પણ પોતાનાં દેશ, જાતિ, જ્ઞાતિ, ભાષા, ધર્મ વગેરેનાં તીવ્ર અભિનિવેશયુક્ત કે આસક્તિયુક્ત વળગણો રહેવાનો સંભવ છે. એવા સમર્થ લેખકો ક્યારેક લખવા બેસે છે ત્યારે જાણતાં કે અજાણતાં પણ અભિનિવેશ, પૂર્વગ્રહ, દ્વેષ, દુરાગ્રહ કે ડંખથી લખવા પ્રેરાય છે. એવું જ્યારે લખાય છે ત્યારે લેખક જાણતાંઅજાણતાં સમતુલા ગુમાવે છે. એના લખાણના માઠા પ્રત્યાઘાતો પડે છે. એમાં પણ લેખક જ્યારે પોતાના કે અન્યના ધર્મને દ્વેષપૂર્વક હલકો ચીતરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેનો જબરો ઉહાપોહ અને પ્રતિકાર થાય છે. કોઈ વાર તે હિંસક આંદોલનમાં પરિણમે છે.
કેટલીક વાર લેખકના પોતાના ઘડતરમાં પોતાના જ વડીલો, શિક્ષકો, ધર્મગુરુઓ, સામાજિક કે રાજદ્વારી નેતાઓ દ્વારા ભારે સતામણી થઈ હોય છે ત્યારે તેવા લેખકો જાણતાં કે અજાણતાં તેનું શબ્દ દ્વારા વેર લેવા પ્રવૃત્ત થાય છે. શક્ય એટલી વરવી ભાષામાં શક્ય તેટલું વરવું ચિત્ર દોરવા તેઓ ઉદ્યમ કરે છે. આવું
જ્યારે થાય છે ત્યારે લેખકનું પૂર્વે ઘવાયેલું વ્યક્તિત્વ તેના લખાણમાંથી પ્રગટ થયા વિના રહેતું નથી. જોકે સામાન્ય વાચકોને તેનો ખ્યાલ ન આવે તે સંભવિત છે, પરંતુ જાણકારો અને અનુભવી વિવેચકો તો તેની કૃતિમાંથી આવતી દુર્ગધને પારખી જાય છે. એવા વિકૃત નિરૂપણનું સાહિત્યિક દૃષ્ટિએ બહુ મૂલ્ય હોતું નથી.
જીવન અને સાહિત્યનાં વિભિન્ન ક્ષેત્રોમાં વખતોવખત નવી વિચારધારા કે નવીન નિરૂપણથી ખળભળાટ મચે છે. કોઈ પણ લેખક સામાજિક, રાજકીય, શૈક્ષણિક
લેખકનો શબ્દ છે ૩૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org